અનંત-રાધિકાને મળાવવા માટે મીઝાન જાફરીને ગિફ્ટમાં મળ્યો 30 કરોડનો બંગલો? જાવેદ જાફરીએ આપ્યો જવાબ
ગયા સપ્તાહમાં મુંબઈ વિશ્વનું કેન્દ્ર રહ્યું હતું. ભાર

ગયા સપ્તાહમાં મુંબઈ વિશ્વનું કેન્દ્ર રહ્યું હતું. ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સોશિયલ મીડિયાથી લઈને સમાચારો સુધી દરેક જગ્યાએ છવાયેલા હતા. માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરના સૌથી લોકપ્રિય સેલેબ્સ અંબાણી પરિવારના ભવ્ય જલસાનો ભાગ બનતા જોવા મળ્યા હતા. પરંતુ સોશિયલ મીડિયા પર બોલિવૂડને લગતા પોતાના અનોખા અને વિવાદાસ્પદ દાવાઓને કારણે ચર્ચામાં રહેનાર કમાલ રાશિદ ખાન ઉર્ફે KRKએ તાજેતરમાં એક નવો દાવો કર્યો છે. તેણે કહ્યું કે, જાવેદ જાફરીના દીકરા અને અભિનેતા મીઝાન જાફરીએ રાધિકાનો અનંત સાથે પરિચય કરાવ્યો હતો અને તેના માટે તેને એક મોટી ભેટ પણ મળી હતી!
મુકેશ અંબાણીએ મીઝાનને ગિફ્ટ કર્યો 30 કરોડનો બંગલો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા કમલે લખ્યું, 'એક્ટર જાવેદ જાફરીનો દીકરો મીઝાન મુંબઈના સંધુ પેલેસ બાંદ્રામાં રહે છે. કારણ કે, મુકેશ અંબાણીએ તેમને 30 કરોડ રૂપિયાનું આ લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ ગિફ્ટ કર્યું છે. વાસ્તવમાં મીઝાને રાધિકા મર્ચન્ટની ઓળખાણ અનંત અંબાણી સાથે કરાવી હતી. કંઈ પણ થઇ શકે છે.' કેઆરકેનો દાવો એવો હતો કે, બહુ જલ્દી લોકો તેમાં રસ લેવા લાગ્યા. પરંતુ હવે મીઝાન જાફરીના પિતા, વરિષ્ઠ અભિનેતા જાવેદ જાફરીએ KRKની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. જાવેદે લાફિંગ ઇમોજી સાથે KRKની પોસ્ટનો જવાબ આપ્યો અને લખ્યું, 'કંઈ પણ!'
જાવેદ જાફરીના જવાબ બાદ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ પણ KRKનો મજાક ઉડાવતા જોવા મળ્યા હતા. એક યુઝરે લખ્યું, 'KRK હજુ પણ WhatsApp ફોરવર્ડમાં વિશ્વાસ રાખે છે.' અન્ય એક યુઝરે લાફિંગ ઇમોજી સાથે લખ્યું, 'તેમની દરેક ટ્વિટ કહે છે, કંઈપણ થઈ શકે છે.'
અનંત અંબાણીનો સારા મિત્ર છે મીઝાન
KRKના દાવાઓ અને તેના પર કરવામાં આવેલા જોક્સને એક તરફ રાખીએ તો મીઝાન જાફરી વાસ્તવમાં અનંત અંબાણીના સારા મિત્ર છે. તે આખા મહિના દરમિયાન અનંતના લગ્ન સંબંધિત ફંક્શનમાં સતત ભાગ લેતો જોવા મળ્યો હતો. મીઝાને તેની કારકિર્દી નિર્દેશક સંજય લીલા ભણસાલીના સહાયક તરીકે શરૂ કરી હતી. તેણે ભણસાલી સાથે 'પદ્માવત' અને 'બાજીરાવ મસ્તાની' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ પછી, મીઝાને 2019માં ભણસાલી દ્વારા નિર્મિત ફિલ્મ 'મલાલ'થી ડેબ્યૂ કર્યું હતું. તે ગયા વર્ષે રિલીઝ થયેલી 'યારિયાં 2'માં પણ હતો.






