મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

અર્જુન કપૂર સાથેના બ્રેકઅપના સમાચાર વચ્ચે મલાઈકાએ તોડ્યું મૌન, કહ્યું- 'હું પ્રેમ માટે છેલ્લે સુધી લડીશ...'

મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના બ્રેકઅપના સમાચારે ફરી એકવાર જોર પકડ્યું કારણ કે, મલાઇકા અર્જુનન

અર્જુન કપૂર સાથેના બ્રેકઅપના સમાચાર વચ્ચે મલાઈકાએ તોડ્યું મૌન, કહ્યું- 'હું પ્રેમ માટે છેલ્લે સુધી લડીશ...'

મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના બ્રેકઅપના સમાચારે ફરી એકવાર જોર પકડ્યું કારણ કે, મલાઇકા અર્જુનના બર્થડે સેલિબ્રેશનમાંથી ગાયબ હતી. મિડનાઇટ સેલિબ્રેશનમાં અર્જુનના તમામ નજીકના સંબંધીઓ હાજર હતા પરંતુ મલ્લા જોવા મળી ન હતી. આ પછી મલાઈકાએ એક ક્રિપ્ટિક પોસ્ટ કરી હતી. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં તેણે પ્રેમ વિશે એવી વાત કરી કે, જેને વાંચીને તમે પણ કહેશો કે હજુ આશા બાકી છે.

હું છેલ્લે સુધી પ્રેમ માટે લડીશ

હેલો મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં મલાઈકાએ પ્રેમ અને સંબંધો વિશે એવી વાતો કહી કે, લોકો તેને અર્જુન કપૂર સાથે જોડી રહ્યા છે. મલાઈકાએ સંબંધો અને પ્રેમ વિશે કહ્યું- 'હું દિલથી ખૂબ રોમેન્ટિક છું. હું પ્રેમ માટે લડીશ. હું એક સામાન્ય વૃશ્ચિક રાશિની છું... હું પ્રેમ માટે છેલ્લે સુધી લડીશ. હું એકદમ વાસ્તવિક છું, મને ખબર છે કે મારે ક્યાં મર્યાદા દોરવાની છે.

https://www.instagram.com/p/CzsyfTgtQQ-/

તેણે ટ્રોલિંગ પર કહ્યું- હું ખૂબ રડી

મલાઈકા અર્જુન કપૂર સાથેના સંબંધોને લઈને ઘણી ટ્રોલ થઈ હતી. આવી સ્થિતિમાં, જ્યારે અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે, તે ટ્રોલિંગનો સામનો કેવી રીતે કરે છે, તો તેણે કહ્યું - 'પહેલાં તે મને ઘણી અસર કરતી હતી. ઘણી વખત તો મને રાત્રે ઊંઘ પણ ન આવતી. જો હું કહું કે, ટ્રોલિંગની મારા પર બિલકુલ અસર નથી થઈ તો તે તદ્દન ખોટું હશે. હું પણ માણસ છું. આ કારણે હું ઘણી વખત રડી હતી, બ્રેક ડાઉન થયું હતું. પણ હા, જાહેરમાં આવું ક્યારેય કર્યું નથી.

2018થી અર્જુનને ડેટ કરી રહી હતી

મલાઈકા અને અર્જુન કપૂર 2018થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તેઓએ વર્ષ 2019માં તેમના સંબંધોને ઓફિશિયલ પણ બનાવ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બંનેમાંથી કોઈ એક સાથે જોવા મળ્યું ન હતું અને ન તો મલાઈકાએ અર્જુન વિશે કોઈ પોસ્ટ કરી હતી. જે બાદ સતત તેમના બ્રેકઅપના સમાચાર આવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો