મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

મલાઈકા અરોરાના પિતાએ બિલ્ડીંગના સાતમા માળેથી કૂદીને કરી આત્મહત્યા, ઘટનાસ્થળે પહોંચ્યો અરબાઝ

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાનું અવસાન થયું છે. અનિલે બુધવારે છત પરથી કૂદીને આ

મલાઈકા અરોરાના પિતાએ બિલ્ડીંગના સાતમા માળેથી કૂદીને કરી આત્મહત્યા, ઘટનાસ્થળે પહોંચ્યો અરબાઝ

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાનું અવસાન થયું છે. અનિલે બુધવારે છત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના સવારે 9 વાગ્યે બની હતી. આ ઘટના બાદ મલાઈકાનો પરિવાર અને તેના પરિચિતો આઘાતમાં છે. માહિતી મળતાં જ મુંબઈ પોલીસ અભિનેત્રીના ઘરે પહોંચી છે અને માહિતી એકઠી કરી રહી છે. મલાઈકા અને તેના પરિવાર માટે આ ખૂબ જ દુઃખદ અને મુશ્કેલ સમય છે.

મલાઈકાના ઘરે પહોંચ્યો એક્સ હસબન્ડ અરબાઝ ખાન

આ મુશ્કેલ સમયમાં મલાઈકાનો પૂર્વ પતિ અરબાઝ ખાન પણ તેના ઘરે પહોંચી ગયો છે. અરબાઝ ખાન મલાઈકાના ઘરની બહાર પોલીસ અને અન્ય લોકો સાથે વાત કરતો જોવા મળ્યો હતો.

કોણ છે અનિલ અરોરા?

અનિલ અરોરા પંજાબી હિંદુ પરિવારમાંથી આવે છે. તેમનો પરિવાર સરહદ પર આવેલા ફાઝિલ્કા જિલ્લાનો રહેવાસી હતો. અનિલ ઈન્ડિયન મર્ચન્ટ નેવીમાં કામ કરી ચૂક્યા છે. અનિલ અરોરાએ જોયસ પોલીકાર્પ સાથે લગ્ન કર્યા, જે મલયાલી ખ્રિસ્તી પરિવારમાંથી આવે છે. બંનેને બે દીકરીઓ છે. મોટી દીકરી મલાઈકા અરોરા અને નાની દીકરી અમૃતા અરોરા. બંનેએ બોલિવૂડમાં પોતાની કારકિર્દી બનાવી.

ક્યાં હતી મલાઈકા અરોરા?

કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે અનિલ અરોરાએ આત્મહત્યા કરી ત્યારે મલાઈકા અરોરા ઘરે ન હતી. આ ઘટના આજે, 11 સપ્ટેમ્બર, સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે અનિલ અરોરાએ બાંદ્રા બિલ્ડીંગમાં તેના ઘરની ટેરેસ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. મલાઈકા તે સમયે પુણેમાં હતી. ઘટનાની જાણકારી મળતા જ અભિનેત્રી મુંબઈથી પૂણે જવા રવાના થઈ ગઈ હતી.

અનિલ અરોરા જુલાઈ 2023માં થયા હતા હોસ્પિટલમાં એડમિટ

ગયા વર્ષે અનિલ અરોરાને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મલાઈકા હોસ્પિટલમાં માતા જોયસ સાથે જોવા મળી હતી. જોકે, તેની સારવારનું કારણ જાણી શકાયું નથી.

આ સમાચાર શેર કરો