મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

પિતાના નિધન પર મલાઈકા અરોરાએ પોસ્ટ કરી શ્રદ્ધાંજલિ, કહ્યું- 'તે અમારા બેસ્ટ ફ્રેન્ડ હતા'

મલાઈકા અરોરાએ પોસ્ટ કરીને તેના પિતા અનિલ અરોરાના નિધનના સમાચારની પ

પિતાના નિધન પર મલાઈકા અરોરાએ પોસ્ટ કરી શ્રદ્ધાંજલિ, કહ્યું- 'તે અમારા બેસ્ટ ફ્રેન્ડ હતા'

મલાઈકા અરોરાએ પોસ્ટ કરીને તેના પિતા અનિલ અરોરાના નિધનના સમાચારની પુષ્ટિ કરી છે. તેણે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના પિતાના નિધનના સમાચાર આપ્યા અને કહ્યું કે, તે તેના બેસ્ટ ફ્રેન્ડ હતા. તેમજ મલાઈકા અરોરાએ એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે મીડિયા અને ફેન્સને વિનંતી પણ કરી છે. મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ આત્મહત્યા કરી હોવાના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. આ સમાચાર મળતા જ સ્ટાર્સ મલાઈકાની મમ્મીના ઘરે ઉમટી પડ્યા હતા. મલાઈકાએ તેના પિતાના મૃત્યુના સમાચાર પર એક પોસ્ટ શેર કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

મલાઈકા અરોરાએ તેના પિતાના નિધન પર કરી પોસ્ટ

મલાઈકા અરોરાએ એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે તેના પિતા અનિલ અરોરાના નિધનના સમાચાર આપ્યા છે. આ પોસ્ટમાં મલાઈકાએ લખ્યું, 'અમે ખૂબ જ દુઃખી હૃદય સાથે એનાઉન્સ કરી રહ્યા છીએ કે અમારા પ્રિય પિતા અનિલ કુલદીપ મહેતા નથી રહ્યા. તે એક નમ્ર આત્મા, સારા પિતા, પ્રેમાળ પતિ અને અમારા બેસ્ટ ફ્રેન્ડ હતા.

મલાઈકાએ આગળ લખ્યું, 'અમે જે ગુમાવ્યું છે તેના કારણે અમારો પરિવાર ઊંડા આઘાતમાં છે, તેથી હું મીડિયા અને મારા શુભચિંતકોને વિનંતી કરું છું કે તેઓ અમારી પ્રાઈવસીનું ધ્યાન રાખે કારણ કે આ અમારા માટે મુશ્કેલ સમય છે. અમે તમારી સમજણ, સમર્થન અને આદરને પ્રોત્સાહિત કરીએ છીએ.

શું અનિલ અરોરાએ આત્મહત્યા કરી છે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનિલ અરોરાએ પોતાના ઘરની છત પરથી કૂદીને આત્મહત્યા કરી હોવાના સમાચાર 11 સપ્ટેમ્બરે સવારે લગભગ 9:30 વાગ્યે સામે આવ્યા હતા. તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ગયો છે અને મુંબઈ પોલીસની સ્પેશિયલ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. મલાઈકા અરોરા શહેરની બહાર હતી અને સમાચાર મળતાં જ તે મુંબઈ પાછી આવી ગઈ હતી. આ અકસ્માતના કારણે તેમનો આખો પરિવાર ઘેરા શોકમાં છે.

આ સમાચાર શેર કરો