મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

કોમેડિયન સમય રૈનાની મુશ્કેલીઓ વધી, મહારાષ્ટ્ર સાયબર સેલે ફરી મોકલ્યું સમન્સ

લોકપ્રિય કોમેડિયન સમય રૈનાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. સમય રૈનાના શોમાં, કોમેડિયન રણવી

કોમેડિયન સમય રૈનાની મુશ્કેલીઓ વધી, મહારાષ્ટ્ર સાયબર સેલે ફરી મોકલ્યું સમન્સ

લોકપ્રિય કોમેડિયન સમય રૈનાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. સમય રૈનાના શોમાં, કોમેડિયન રણવીર અલ્હાબાદિયાએ માતા-પિતા વિશે એક મજાક કરી જે કોઈ પચાવી ન શક્યું અને કોમેડિયન તેમજ શોને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો. એટલું જ નહીં, રણવીર અને સમય રૈના વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો હતો. હાલમાં, આ કેસમાં સમય રૈનાની મુશ્કેલીઓ વધી શકે છે કારણ કે સમય રૈનાએ હજુ સુધી આ કેસમાં તપાસમાં ભાગ નથી લીધો. હવે આ મામલે તેને ફરીથી સમન્સ પાઠવવામાં આવ્યું છે.

લોકપ્રિય કોમેડિયન સમય રૈના વિશે વાત કરીએ તો, તેને અગાઉ મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું હતું અને 17 માર્ચ, 2025ના રોજ, તેને સાયબર સેલ સમક્ષ પૂછપરછ માટે હાજર થવાનું હતું પરંતુ તે સમયસર સ્થળ પર નહતો પહોંચ્યો. હવે પોલીસે ફરી તેના પ્રત્યે કડક વલણ દાખવ્યું છે. સમય રૈનાને હવે મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા ફરીથી સમન્સ પાઠવવામાં આવ્યું છે અને 19 માર્ચ સુધીમાં તપાસમાં જોડાવા માટે કહેવામાં આવ્યું છે. હવે તેણે 19મી તારીખે તેના શો 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' અંગે પૂછપરછ માટે હાજર થવું પડશે અને આ મામલે તેનું નિવેદન નોંધાવવું પડશે.

આ કેસમાં, રણવીર અલ્હાબાદિયા અને અન્ય લોકોને પણ તેમના નિવેદનો નોંધવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ કેસમાં અન્ય લોકોના નિવેદન લેવામાં આવ્યા છે, પરંતુ સમય રૈનાનું નિવેદન હજુ સુધી નથી લેવામાં આવ્યું. તે શો માટે વિદેશ ગયો હતો. તેણે આ મામલે 17 માર્ચે પોતાનું નિવેદન આપવાનું હતું, પરંતુ હજુ સુધી તે નથી પહોંચ્યો.

રદ્દ કરાયા શો

સમય રૈનાને ફરીથી સમન્સ પાઠવવામાં આવ્યું છે, પરંતુ આ ઘટના પછી કોમેડિયનને ઘણા વિરોધનો સામનો કરવો પડ્યો છે. સમય રૈનાના 21 માર્ચ અને 23 માર્ચે દેશની રાજધાની દિલ્હીમાં શો હતા પરંતુ આ શો રદ્દ કરવામાં આવ્યા છે. અગાઉ, આ ઘટના પછી, સુપ્રીમ કોર્ટે સમયને તેના વિદેશ પ્રવાસ દરમિયાન તેનો ઉલ્લેખ કરવા અને તેની મજાક ઉડાવવા બદલ ઠપકો આપ્યો હતો. હવે જોવાનું એ રહે છે કે તે 19 માર્ચે પોતાનું નિવેદન નોંધાવવા માટે સમયસર પહોંચે છે કે નહીં.

આ સમાચાર શેર કરો