મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'ફેશન 2' લઈને આવી શકે છે મધુર ભંડારકર, જણાવ્યું કેવી હશે ‘ફેશન’ ફિલ્મની સિક્વલની સ્ટોરી

વર્ષ 2008માં કંગના રણૌત અને પ્રિયંકા ચોપરાની જોડીએ ફિલ્મ 'ફેશન'માં ધ

'ફેશન 2' લઈને આવી શકે છે મધુર ભંડારકર, જણાવ્યું કેવી હશે ‘ફેશન’ ફિલ્મની સિક્વલની સ્ટોરી

વર્ષ 2008માં કંગના રણૌત અને પ્રિયંકા ચોપરાની જોડીએ ફિલ્મ 'ફેશન'માં ધૂમ મચાવી હતી. આ ફિલ્મ મધુર ભંડારકરે ડિરેક્ટ કરી હતી અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં, ફિલ્મ નિર્માતાએ ‘ફેશન’ ફિલ્મની સિક્વલ વિશે વાત કરી. તેણે કહ્યું કે, તે ઘણા સમયથી 'ફેશન 2' માટે પ્લાન કરી રહ્યો છે પરંતુ હજુ સુધી કંઈ નક્કી નથી થયું.

શું લાવશે 'ફેશન 2'?

મધુર ભંડારકરે એક વાતચીતમાં ‘ફેશન’ ફિલ્મનો ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, 'શું તે ‘ફેશન 2’ લાવશે?' તો તેના જવાબમાં તેણે કહ્યું- 'મને લાગે છે કે, ‘ફેશન’ની સિક્વલ બનાવવી જોઈએ. મારી પાસે ઘણું બધુ કોન્ટેન્ટ છે, તેથી કદાચ હું ઘણી સિઝન લાવી શકું. જોકે, તે ફિલ્મથી પ્રેરિત હશે. તેથી હજુ સુધી કંઈ પણ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. જોકે, આ વિષય ખૂબ જ રોમાંચક છે.

ગાયબ થઈ ગઈ સુપરમોડલ

મધુર ભંડારકરે વધુમાં કહ્યું કે, 'એક સમય હતો જ્યારે આપણે સુપરમોડલ્સ વિશે સાંભળતા હતા. પરંતુ હવે એવું લાગે છે કે, સુપર મોડલ ક્યાંક ગાયબ થઈ ગઈ છે. હવે બોલિવૂડ સેલેબ્સ તેમની જગ્યા લઈ ચૂક્યા છે અને શો સ્ટોપર્સ બની ગયા છે. આ કારણથી મને લાગે છે કે, 'ફેશન 2' બનાવવી જોઈએ. મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે કે આ સુપર મોડલ ક્યાં ગઈ? નાના શહેરમાં બેઠેલી છોકરી પણ સુપર મોડલ બની શકે છે.

ઈન્ફ્લૂઆન્સર્સનો પ્રભાવ વધ્યો

‘ફેશન 2’ની સ્ટોરી સુપરમોડલ અચાનક ક્યાં ગુમ થઈ ગઈ તેના પર આધારિત હશે. ભંડારકરે કહ્યું કે, નાના શહેરમાં બેઠેલી છોકરી મોડલ કે ઈન્ફ્લૂઆન્સર બની શકે છે. હું આ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીને ફિલ્મ બનાવવા માગુ છું.

'ફેશન'એ બોક્સ ઓફિસ પર મચાવી છે ધમાલ

ફિલ્મ 'ફેશન'માં પ્રિયંકા ચોપરા અને કંગના રણૌત ઉપરાંત મુગ્ધા ગોડસે, સમીર સોની, કીટુ કિદવઈ પણ હતા. પ્રિયંકા ચોપરાને આ ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. કંગનાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. ફેશન એ એક નાના શહેરની છોકરીની સ્ટોરી છે અને તે કેવી રીતે સુપરમોડલ બને છે. આ ફિલ્મમાં ગ્લેમર ઇન્ડસ્ટ્રીની ડાર્ક સાઇડ પણ બતાવવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો