મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

અનંત-રાધિકા લગ્નના બંધનમાં બંધાયા, જુઓ શાહી લગ્નના VIDEO

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી તેમની પ્રેમિકા રાધિકા મ

અનંત-રાધિકા લગ્નના બંધનમાં બંધાયા, જુઓ શાહી લગ્નના VIDEO

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી તેમની પ્રેમિકા રાધિકા મર્ચન્ટ સાથે 12મી જુલાઈએ એટલે કે આજે મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં લગ્નના બંધનમાં બંધાયા. અંબાણી પરિવારની આ બિગ ફેટ વેડિંગમાં દેશ અને દુનિયાની અનેક હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. 

રણબીર સહિતના અભિનેતાઓએ કર્યો ડાન્સ

અનંત અંબાણીના વરઘાડોમાં રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરા, અનિલ કપૂર અને રજનીકાંતે ડાન્સે કર્યો હતો. તેમજ સંજય દત્તે જોરદાર ડાન્સ કર્યો હતો. 

પ્રિયંકા ચિકની ચમેલી ગીત પર ઝૂમી ઉઠી

અનંતનો ફર્સ્ટ લૂક આવ્યો સામે

દુલ્હે રાજા અનંત અંબાણી ગોલ્ડન શેરવાનીમાં જોવા મળ્યા જ્યારે નીતા અંબાણીએ ગોલ્ડન-પિંક સાડી પહેરી.

મહેમાનોને સાફો બાંધવાનું શરૂ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સમારોહમાં મહેમાનોએ સાફો બાંધવાનું શરૂ કરી દેવાયું છે. ધાર્મિક વિધિઓ પણ ટૂંક સમયમાં શરૂ થશે.

ધોની પરિવાર સાથે જિયો વર્લ્ડ સેન્ટર પહોંચ્યો

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની તેના પરિવાર સાથે જિયો વર્લ્ડ સેન્ટર પહોંચી ગયો છે.

દિશા પટણી અનંતના લગ્નમાં પહોંચી

અભિનેત્રી દિશા પટણી અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપવા મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર પહોંચી.

રજનીકાંત પરિવાર સાથે પહોંચ્યા

સાઉથના સુપરસ્ટાર રજનીકાંત તેમની પત્ની લતા, પુત્રી સૌંદર્યા અને તેમના પરિવાર સાથે અનંત અંબાણીના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા. 

અનંત અંબાણીની જાનમાં એન્ટિલિયાના કર્મચારીઓ મન મૂકીને નાચ્યા

અનંત અંબાણી શણગારેલી લક્ઝુરિયસ કાર અને ઢોલ નગારા સાથે જાન લઈને નીકળ્યા હતા. આ દરમિયાન અનંતની જાનમાં એન્ટિલિયાના કર્મચારીઓ મન મૂકીને નાચ્યા હતા. અનંતની જાન જિયો વર્લ્ડ સેન્ટર પહોંચી ગઈ છે.

મુકેશ અંબાણીએ  જોન સીનાનું સ્વાગત કર્યું

મુકેશ અંબાણીએ મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટરમાં અમેરિકન અભિનેતા અને ભૂતપૂર્વ રેસલર જોન સીનાનું સ્વાગત કર્યું.

સંજૂ બાબા અનંતના લગ્નમાં પહોંચ્યા

મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં અભિનેતા સંજય દત્ત પહોંચ્યો.3

અંબાણી પરિવાર લગ્ન સ્થળ જિયો વર્લ્ડ સેન્ટર પહોંચ્યો

અંબાણી પરિવાર લગ્ન સ્થળ જિયો વર્લ્ડ સેન્ટર પહોંચ્યો હતો. મુકેશ અંબાણી, આકાશ, શ્લોકા મહેતા, ઈશા અંબાણીનો પહેલો ફોટો સામે આવ્યો છે. શ્લોકા પિંક લહેંગામાં સુંદર લાગી રહી હતી.

મુકેશ-નીતા અંબાણીના પિતાને યાદ કર્યા

અનંતના લગ્ન સ્થળ પર નીતા અંબાણીના પિતા (રવીન્દ્રભાઈ દલાલ) અને મુકેશ અંબાણીના પિતા (ધીરુભાઈ અંબાણી)ની તસવીરો મૂકવામાં આવી છે. બંનેના ફોટોગ્રાફ્સની ફ્રેમને ચારેબાજુ ફૂલોથી શણગારવામાં આવી છે. 

જ્હોન સીના જીઓ વર્લ્ડ સેન્ટર પહોંચ્યો

અનંત-રાધિકનાં લગ્નનાં લગ્નમાં હાજરી આપવા જ્હોન સીના જિયો વર્લ્ડ સેન્ટર પહોંચી ગયો છે. 

https://twitter.com/ANI/status/1811718384373104808

અભિનેતા જેકી શ્રોફ પહોંચ્યા અનંતના લગ્નમાં પહોંચ્યા

મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન માટે અભિનેતા જેકી શ્રોફ પહોંચ્યા.

અનન્યા અનંતના લગ્નમાં પહોંચી

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન માટે જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં અભિનેત્રી અનન્યા પાંડે પહોંચી. 

અખિલેશ યાદવ પણ પહોંચ્યા મુંબઈ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના શાહી લગ્નમાં હાજરી આપવા માટે મુંબઈમાં મહેમાનોનું આવવાનું ચાલુ છે. લાલુ યાદવ બાદ હવે સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવ પણ લગ્નમાં હાજરી આપવા મુંબઈ પહોંચી ગયા છે.

ત્રણ દિવસ સુધી ચાલશે અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન 

ઉલ્લેખનીય છે કે, અનંત-રાધિકાના લગ્ન ત્રણ દિવસ સુધી ચાલશે, જેની શરૂઆત 12 જુલાઈના રોજ શુભ લગ્ન (લગ્ન) સાથે થશે. ત્યારબાદ 13મી જુલાઈએ શુભ આશીર્વાદ અને 14મી જુલાઈએ મંગલ ઉત્સવ થશે.

સામેલ થશે તમામ બોલિવૂડ સેલેબ્સ

અનંત અંબાણી અને રાધિકાના ભવ્ય લગ્નમાં લગભગ તમામ બોલિવૂડ સેલેબ્સને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન, જાહ્વવી કપૂર, અનન્યા પાંડે, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા સહિત ઘણા સેલેબ્સ સામેલ થશે. ગઈકાલે ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરા પણ અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપવા ભારત પહોંચી હતી.

આંતરરાષ્ટ્રીય હસ્તીઓ પણ થશે સામેલ

દેશના સૌથી મોંઘા લગ્નમાં દુનિયાભરની અનેક હસ્તીઓ હાજરી આપશે. કિમ અને ખ્લો કાર્દાશિયન, જોન સીના, બોરિસ જોનસન, રેમા, એડેલે, લાના ડેલ રે, ડ્રેક અને ડેવિડ બેકહામ અને તેની પત્ની વિક્ટર બેકહામ જેવા સેલેબ્સ લગ્નમાં હાજરી આપશે.

આ સમાચાર શેર કરો