મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

Year Ender 2024: આ છે ભારતના 10 પ્રખ્યાત સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સરની યાદી

આજના ડિજિટલ સમયમાં, સ્ટાર્સની જેમ સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સરની લોકપ્રિયતા પણ ઘણી વધારે છે. આ સોશિયલ મી

Year Ender 2024: આ છે ભારતના 10 પ્રખ્યાત સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સરની યાદી

આજના ડિજિટલ સમયમાં, સ્ટાર્સની જેમ સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સરની લોકપ્રિયતા પણ ઘણી વધારે છે. આ સોશિયલ મીડિયા પ્રભાવકોના સોશિયલ મીડિયા ફોલોઅર્સની સંખ્યા લાખોમાં છે. સ્ટાર્સની જેમ, તમારા માટે આ ઈન્ફ્લ્યુએન્સરની કમાણીનો અંદાજ કાઢવો ખૂબ જ મુશ્કેલ છે. જો કે, ઓરમેક્સ મીડિયાએ સૌથી વધુ લોકપ્રિય ઈન્ફ્લ્યુએન્સરની યાદી બહાર પાડી છે જે નવેમ્બર 2024ના ડેટા પર આધારિત છે. ચાલો જાણીએ આ યાદીમાં પ્રથમ નંબરે કોણ છે?

ભારતમાં આ 10 પ્રખ્યાત સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર છે જેઓ ખાસ કરીને ભારતીય યુવા વર્ગ પર તેમના કામને લઈને પોતાનો અલગ જ પ્રભાવ પાડી રહ્યા છે.

કેરી મિનાટી

યાદી અનુસાર કેરીમિનાટી પ્રથમ નંબરે છે. કેરીનું સાચું નામ અજય નાગર છે. કેરી મિનાટી ભારતમાં લોકપ્રિય યુટ્યુબર છે અને રેપર છે. લાઈવ ગેમિંગથી માંડીને રોસ્ટિંગ વીડિયો બનાવવામાં માહેર એવા કેરી મિનાટીએ ભારતીય યુવાનોના મનમાં એક અલગ છાપ ઉભી કરી છે.

મિસ્ટર બિસ્ટ

ઓરમેક્સ મીડિયાની આ યાદીમાં મિસ્ટર બીસ્ટ બીજા નંબરે છે. મિસ્ટર બીસ્ટ એ એક અમેરિકન યુટ્યુબર છે પરંતુ ભારત સહિત અનેક દેશોમાં પણ તેની લોકપ્રિયતા ઘણી વધારે છે. તેનું સાચું નામ જીમી સ્ટીફન ડોનાલ્ડસન છે. મિસ્ટર બિસ્ટ ગેમિંગ ચેલેન્જ અને એન્ટરટેઈનમેન્ટ વીડિયો બનાવે છે.  મોટેભાગે તેના વીડિયોમાં તે મિત્રો સાથે અવનવી ગેમની ચેલેન્જ લઈને આવે છે.

ભુવન બામ

ત્રીજા નંબરે ભારતના લોકપ્રિય ભુવન બામ છે. તેમનું આખું નામ ભુવન અવનીન્દ્ર શંકર બામ છે. બીબી કી વાઈન્સની પોતાની યુટ્યુબ ચેનલથી પ્રખ્યાત થયેલા ભુવને હમણાં વેબ સિરિઝમાં પણ કામ કર્યું હતું. 

ધ્રુવ રાઠી

ધ્રુવ રાઠી ચોથા નંબર પર છે. ધ્રુવની સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોઈંગ છે. ધ્રુવ રાઠી સામાન્ય રીતે કરંટ અફેર, રાજકીય મુદ્દાઓ પર વીડિયો બનાવે છે.

સંદીપ મહેશ્વરી

મોટિવેશનલ સ્પીકર સંદીપ મહેશ્વરી સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સરની યાદીમાં પાંચમા સ્થાને છે. લાઈવ શોમાં યુવાનોને મોટિવેશન આપતા સંદીપ મહેશ્વરી સોશિયલ મીડિયા પર પણ સારું પ્રભુત્વ ધરાવે છે.

રણવીર અલ્હાબાદિયા

રણવીર અલ્હાબાદિયા આ યાદીમાં છઠ્ઠા સ્થાને છે. રણવીર એક યુટ્યુબર છે, જે સ્ટાર્સથી લઈને રાજકારણીઓ સુધી દરેક સાથે વીડિયો પોડકાસ્ટ કરે છે.

સમય રૈના

સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સરની યાદીમાં સાતમા નંબર પર સમય રૈના છે. સમય એક ભારતીય સ્ટેન્ડ-અપ કોમેડિયન અને યુટ્યુબર છે.

અંકિત અવસ્થી

ઓર્મેક્સની આ યાદીમાં અંકિત અવસ્થી આઠમા સ્થાને છે. અંકિત કરંટ અફેર્સ પર વીડિયો બનાવે છે. મોટેભાગે તેમના વીડિયો યુપીએસસી જેવી સરકારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે હોય છે પરંતુ મુદ્દાની ગંભીરતા અને તેનું ઝીણવટપુર્વક વર્ણનને કારણે તેઓ સમગ્ર ભારતમાં પ્રચલિત છે.

પર્લ માને

પર્લ માને આ યાદીમાં નવમા નંબરે છે. પર્લ એક જાણીતી YouTuber અને અભિનેત્રી છે. તે મલયાલમ શોમાં કામ કરે છે. તેમજ યુટ્યુબ પર તે લાઈસ્ટાઈલ અને મનોરંજનને લબતા વીડિયો બનાવે છે.

હર્ષ સાઈ

આ યાદીમાં હર્ષ સાંઈ છેલ્લા સ્થાને છે. હર્ષ એક YouTuber અને સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર છે. તે મિત્રો સાથે અવનવી ગેમ્સ તેમજ મનોરંજનને લગતા વીડિયો બનાવે છે.

આ સમાચાર શેર કરો