મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'લોરેન્સ બિશ્નોઈ મને અને મારા પરિવારને મારી નાંખવા માંગે છે', સલમાન ખાને પોલીસને આપ્યું આ નિવેદન

સલમાન ખાનના મુંબઈ સ્થિત ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં 14 એપ્રિલે સવારે ગોળીબાર થયો હતો. આ બાબતને ગં

'લોરેન્સ બિશ્નોઈ મને અને મારા પરિવારને મારી નાંખવા માંગે છે', સલમાન ખાને પોલીસને આપ્યું આ નિવેદન

સલમાન ખાનના મુંબઈ સ્થિત ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં 14 એપ્રિલે સવારે ગોળીબાર થયો હતો. આ બાબતને ગંભીરતાથી લઈને મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. ફાયરિંગ કરનારા અપરાધીઓ બાઇક પર સવાર થઈને સલમાનના ઘરની બહાર થોડા રાઉન્ડ ફાયરિંગ કરીને પછી ત્યાંથી ભાગી ગયા. બાદમાં મુંબઈ પોલીસે આ ગુનેગારોને પકડી લીધા હતા. સુપરસ્ટાર સલમાન ખાને પોલીસને આ મામલે નિવેદન પણ આપ્યું હતું. જેમાં લોરેન્સનો ઉલ્લેખ કર્યો હતો. જણાવી દઈએ કે વર્ષો પહેલા સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે સલમાન ખાનના ઘરે ફાયરિંગના કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ બાબતે સલમાનખાને પોલીસને આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ઘરમાં ફાયરિંગ સમયે તે ક્યાં હતો અને શું કરી રહ્યો હતો. 4 જૂને સલમાને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી એક્સટોર્શન સેલમાં પોતાનું નિવેદન નોંધ્યું હતું. સુપરસ્ટારે તેમાં કયા કયા ખુલાસા કર્યા તેના વિશે માહિતી મેળવીએ.

સલમાન ખાને નિવેદન નોંધાવ્યું હતું કે, 'હું વ્યવસાયે ફિલ્મ સ્ટાર છું અને છેલ્લા 35 વર્ષથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છું. બાંદ્રામાં બેન્ડસ્ટેન્ડ પાસેના મારા ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પાસે ઘણા પ્રસંગોએ મારા શુભચિંતકો અને ફેન્સની ભીડ એકઠી થાય છે. તેમના તરફ મારો પ્રેમ વ્યક્ત કરવા હું મારા ફ્લેટના પહેલા માળની બાલ્કનીમાંથી હાથ લહેરાવું છું. આ સિવાય મારા ઘરે, મિત્રો અને પરિવારમાં કોઈ પાર્ટી હોય ત્યારે મારા પિતા આવે છે, હું તેમની સાથે બાલ્કનીમાં સમય પસાર કરું છું. કામ પૂરું થયા બાદ અથવા તો વહેલી સવારે હું થોડી તાજી હવા લેવા બાલ્કનીમાં જાઉં છું. મેં મારા માટે ખાનગી સુરક્ષા પણ રાખી છે.

'મને અને મારા પરિવારને મારી નાખવાની ધમકી આપતો પત્ર વર્ષ 2022માં મારા પિતાને અમારા એપાર્ટમેન્ટની બિલ્ડિંગમાંથી મળ્યો હતો. એ પછી મારા પિતાએ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. માર્ચ 2023માં મને મારી ટીમના એક કર્મચારી તરફથી મારા સત્તાવાર ઈ-મેલ આઈડી પર એક મેઈલ મળ્યો, જેમાં લોરેન્સ બિશ્નોઈની તરફથી મને અને મારા પરિવારને ધમકી આપવામાં આવી હતી. મારી ટીમે આ અંગે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
 
પનવેલમાં મારા ફાર્મહાઉસમાં વર્ષ 2024ના જાન્યુઆરી મહિનામાં બે લોકો નકલી નામ અને ઓળખ કાર્ડ સાથે પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પનવેલ તાલુકા પોલીસે બંને લોકો સામે ગુનો નોંધ્યો હતો. મને પોલીસ પાસેથી જાણવા મળ્યું હતું કે મારા ફાર્મહાઉસમાં ઘૂસવાનો પ્રયાસ કરનારા બંને ગુનેગારો રાજસ્થાનના ફાઝિલ્કા ગામના હતા, જે લોરેન્સ બિશ્નોઈનું ગામ પણ છે. મેં મારી સાથેના તમામ લોકોને, મારા સંબંધીઓ અને પરિવારના સભ્યોને હંમેશા સજાગ રહેવા કહ્યું છે. મને મુંબઈ પોલીસ દ્વારા Y પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. પ્રશિક્ષિત પોલીસકર્મીઓ, અંગરક્ષકો, ખાનગી સુરક્ષા અંગરક્ષકો મારી સુરક્ષા માટે મારી સાથે રહે છે.

'14 એપ્રિલ, 2024 ના રોજ જ્યારે હું સૂતો હતો ત્યારે મેં સવારે 4.55 કલાકે ફાયરિંગનો અવાજ સાંભળ્યો હતો. , જ્યારે મેં ફટાકડાનો અવાજ સાંભળ્યો ત્યારે હું સૂઈ રહ્યો હતો. સવારના 4.55 વાગ્યા હતા, જ્યારે પોલીસ બોડીગાર્ડે જણાવ્યું કે બાઇક પર આવેલા બે લોકોએ ગેલેક્સી એપાર્ટમેન્ટના પહેલા માળની બાલ્કનીમાં બંદૂક ચલાવી હતી. આ પહેલા પણ મને અને મારા પરિવારને નુકસાન પહોંચાડવાના પ્રયાસો થયા છે. મને જાણવા મળ્યું છે કે લોરેન્સ બિશ્નોઈએ સોશિયલ મીડિયા દ્વારા આ હુમલાની જવાબદારી લીધી છે.  

મને એ પણ જાણવા મળ્યું છે કે લોરેન્સ બિશ્નોઈ અને તેના ભાઈ અનમોલ બિશ્નોઈએ ફેસબુક પોસ્ટ દ્વારા આ હુમલાની જવાબદારી લીધી છે. અગાઉ લોરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગે એક ઈન્ટરવ્યુમાં મને અને મારા પરિવારની હત્યા કરવાની વાત કરી હતી. તેથી હું માનું છું કે લોરેન્સ બિશ્નોઈ તેના સાગરિતો દ્વારા મારા પરિવારને મારી નાંખવાની હતી. આ નિવેદન પર સલમાન ખાને હસ્તાક્ષર કર્યા છે.

આ સમાચાર શેર કરો