મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી' ફેમ એક્ટર વિકાસ સેઠીનું 48 વર્ષની વયે નિધન, કરીના સાથે કર્યું હતું કામ

ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતા અભિનેતા

'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી' ફેમ એક્ટર વિકાસ સેઠીનું 48 વર્ષની વયે નિધન, કરીના સાથે કર્યું હતું કામ

ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતા અભિનેતા વિકાસ સેઠી હવે આપણી વચ્ચે નથી. માત્ર 48 વર્ષની નાની વયે તેમનું અવસાન થયું છે. વિકાસ સેઠીના અકાળે અવસાનથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. વિકાસ સેઠી ફેમસ ટીવી એક્ટર હતો. તેણે સ્મૃતિ ઈરાની અને એકતા કપૂરના લોકપ્રિય ટીવી શો 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી'માં કામ કર્યું હતું. આ શો વર્ષ 2000માં શરૂ થયો હતો. આ શો લગભગ આઠ વર્ષ ચાલ્યો. વિકાસ સેઠી સીરિયલ 'કહીં તો હોગા' માટે પણ ચર્ચામાં હતો. તેની શરૂઆત વર્ષ 2003માં કરવામાં આવી હતી. આ સિવાય તે સીરિયલ 'કસૌટી ઝિંદગી કી'માં પણ જોવા મળ્યો હતો. આ સીરિયલ વર્ષ 2001માં આવી હતી. જેમાં ટીવીની ઘણી જાણીતી હસ્તીઓએ કામ કર્યું હતું.

હાર્ટ એટેકના કારણે થયું વિકાસનું મૃત્યુ

વિકાસના ફેન્સ જાણવા માગે છે કે, વિકાસ સેઠીનું 48 વર્ષની નાની ઉંમરમાં કેવી રીતે નિધન થયું. કહેવામાં આવી રહ્યું છે કે, એક્ટરને હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી તેને બચાવી શકાયો નહોતો. એક અહેવાલ મુજબ, એક્ટરને ઊંઘમાં જ હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેણે જીવ ગુમાવ્યો હતો. જોકે, હજુ સુધી વિકાસની પત્ની અને પરિવાર દ્વારા તેમના નિધન અંગે કોઈ માહિતી શેર કરવામાં આવી નથી.

પાછળ છોડી ગયો પત્ની અને જોડિયા બાળકો

વિકાસ સેઠીના અકાળે અવસાનથી તેમના ફેન્સ આઘાતમાં છે. એક્ટરની પત્નીની પણ રડી-રડીને હાલત ખરાબ છે. સ્વર્ગસ્થ 48 વર્ષીય એક્ટરનો જન્મ 12 મે 1976ના રોજ ચંદીગઢમાં થયો હતો. તેણે જાહ્નવી સેઠી સાથે લગ્ન કર્યા. લગ્ન પછી બંને જોડિયા બાળકોના માતા-પિતા બન્યા. વિકાસ તેની પાછળ હસતો રમતો પરિવાર છોડી ગયો છે.

આ ફિલ્મોમાં કર્યું છે કામ

ઉલ્લેખનીય છે કે, વિકાસે ટીવી સીરિયલ્સ સિવાય બોલિવૂડ અને તેલુગુ સિનેમામાં પણ કામ કર્યું હતું. તે 2001ની બ્લોકબસ્ટર બોલિવૂડ ફિલ્મ 'કભી ખુશી કભી ગમ'માં જોવા મળ્યો હતો. આમાં તે કરીના કપૂરના મિત્રના રોલમાં હતો. તેણે 2001માં આવેલી ફિલ્મ 'દીવાનાપન'માં પણ કામ કર્યું હતું. આ સિવાય વિકાસ તેલુગુ ફિલ્મ 'ઈસ્માર્ટ શંકર'નો પણ ભાગ હતો.

આ સમાચાર શેર કરો