10 વર્ષ નાના કરોડપતિ બિઝનેસમેનની દુલ્હન બનશે કૃતિ સેનન, કન્ફર્મ કર્યો સંબંધ? ધોની સાથે છે કનેક્શન
આ દિવસોમાં બોલિવૂડની અભિનેત્રી કૃતિ સેનનના રિલેશનશિપની ચર્ચા થઈ રહી છે. ચર્ચા છે કે કૃતિ NRI બિઝનેસમેન કબ

આ દિવસોમાં બોલિવૂડની અભિનેત્રી કૃતિ સેનનના રિલેશનશિપની ચર્ચા થઈ રહી છે. ચર્ચા છે કે કૃતિ NRI બિઝનેસમેન કબીર બહિયાને ડેટ કરી રહી છે. થોડા દિવસો પહેલા, કૃતિ તેની બહેન નૂપુર સાથે તેનો જન્મદિવસ ઉજવવા માટે ગ્રીસ પહોંચી હતી, જ્યાં તે બ્લેક બિકીની ટોપ પર બ્લેક જેકેટ પહેર્યું હતું.
કબીર એ જ જેકેટ પહેરીને જોવા મળ્યો હતો, જે પછી તેમના રિલેશનશિપની પુષ્ટિ થઈ હતી. હવે કૃતિ કરેલા એક કામે તેમના રિલેશનશિપની અફવાઓને ફરીથી વેગ આપ્યો છે.
વાસ્તવમાં કબીરે ઈન્સ્ટાગ્રામ પર સન કિસ્ડ ફોટો શેર કર્યો, જે કૃતિએ લાઈક કર્યો હતો. લોકો કૃતિની લાઈકને નજરઅંદાજ ન કરી શક્યા અને લોકો હવે એવું માને છે કે તે ધીમે ધીમે તેના રિલેશનશિપને ઓફિશિયલ બનાવી રહી છે.
આ પહેલા અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેના પર કબીરે કોમેન્ટ કરીને લખ્યું હતું કે, 'હું મરી ગયો' જે રીતે બંને સોશિયલ મીડિયા પર એકબીજાના ફોટાને લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. આ કન્ફર્મ કરે છે કે તેમની વચ્ચે કંઈક છે.
કોણ છે કબીર બહિયા?
બધા જાણે છે કે કૃતિ સેનન બોલિવૂડની ટોચની અભિનેત્રી છે. જે લોકો કબીર બહિયા વિશે નથી જાણતા તેમને જણાવી દઈએ કે કબીરનો જન્મ 1999માં લંડનમાં થયો હતો. તે યુકે સ્થિત બિઝનેસમેન છે. કૃતિ અને કબીરની ઉંમરમાં 10 વર્ષનો તફાવત છે. કબીર મહેન્દ્ર સિંહ ધોની અને હાર્દિક પંડ્યા જેવા ઘણા ભારતીય ક્રિકેટરો સાથે ખાસ બોન્ડ શેર કરે છે.








