મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

મેકઅપ રૂમમાં પૂરી દીધી,પાંચ મહિનાનું પેમેન્ટ ચૂકવ્યું નથી,  ટીવી એક્ટ્રેસ ક્રિષ્ના મુખર્જીએ મેકર્સ પર લગાવ્યા ગંભીર આરોપ

ટેલિવિઝન શો 'યે હૈ મોહબ્બતેં સે'થી પ્રખ્યાત થયેલી અભિનેત્રી ક્રિષ્ના મુખર્જી છેલ્લે ટીવી શો 'શુભ શગુન'માં જો

મેકઅપ રૂમમાં પૂરી દીધી,પાંચ મહિનાનું પેમેન્ટ ચૂકવ્યું નથી,  ટીવી એક્ટ્રેસ ક્રિષ્ના મુખર્જીએ મેકર્સ પર લગાવ્યા ગંભીર આરોપ

ટેલિવિઝન શો 'યે હૈ મોહબ્બતેં સે'થી પ્રખ્યાત થયેલી અભિનેત્રી ક્રિષ્ના મુખર્જી છેલ્લે ટીવી શો 'શુભ શગુન'માં જોવા મળી હતી અને ત્યારથી તેણે ટીવીમાંથી બ્રેક લીધો હતો. જયારે હવે ક્રિષ્ના મુખર્જી શો છોડવાનું કારણ જાહેર કર્યું છે. 

ક્રિષ્ના મુખર્જીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને 'શુભ શગુન' નિર્માતા પર  હેરાન કરવાનો અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. તેણે તેના પર બાકી રકમ ન ચૂકવવાનો આરોપ પણ લગાવ્યો હતો જેના કારણે તેણે શૂટિંગ બંધ કરી દીધું હતું. તેમજ નિર્માતાએ તેને મેક-અપ રૂમમાં પૂરી દીધી. 

અભિનેત્રીએ પોસ્ટમાં લખ્યું  કે, 'આ વાત કહેવાની મારામાં ક્યારેય હિંમત નહોતી, પરંતુ આજે મેં નક્કી કર્યું કે હવે હું તે જણાવીશ જ. હું મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છું. હું એકલી હોઉં છું ત્યારે રડી પડું છું.' 

પ્રોડક્શન હાઉસ અને પ્રોડ્યુસર કુંદન શાહે મને ઘણી વાર હેરાન કરી છે. એક વખત તો તેણે હું બીમાર હતી અને મને મારા કામ માટે પૈસા મળતા ન હોવાથી મેં શૂટિંગ ન કરવાનું નક્કી કર્યું તો તેણે મને મારા મને મારા મેક-અપ રૂમમાં પૂરી દીધી હતી. 

એક વખત હું કપડાં બદલી રહી હતી અને ત્યારે તેણે એવી રીતે દરવાજો ખખડાવ્યો કે જાણે તોડી નાખશે. આજ સુધી તેણે પાંચ મહિનાનું મારું પેમેન્ટ ચૂકવ્યું નથી અને તે ખરેખર મોટી રકમ છે. 

આ લોકો આવ્યા એક્ટ્રેસના સમર્થનમાં 

અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતાની સાથે જ તેને તેના મિત્રો અને ટીવી ઈન્ડસ્ટ્રીના સહ કલાકારોએ તેને સપોર્ટ કર્યો હતો. જેમણે અભિનેત્રીને સમર્થન આપ્યું હતું અને કાયદાકીય કાર્યવાહી કરવા પણ કહ્યું હતું. અલી ગોનીએ ક્રિષ્નાને કહ્યું કે તે મુંબઈ પાછી આવ અને પોલીસ ફરિયાદ કરે. શ્રદ્ધા આર્ય, અદિતિ ભાટિયા, પવિત્રા પુનિયા અને અન્યોએ તેને ખાતરી આપી કે તે આ લડાઈમાં એકલી નથી.

આ સમાચાર શેર કરો