મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'કોટા ફેક્ટરી 3' રિલીઝ ડેટ: 'પંચાયત'ની જેમ આમાં પણ ટ્વિસ્ટ! તારીખ જાણવા સોલ્વ કરો જીતુ ભૈયાનો પ્રશ્ન

જિતેન્દ્ર કુમારની વેબ સિરીઝ 'પંચાયત 3' રિલીઝ થયા બાદ હવે ફેન્સ 'કોટા ફેક્ટરી'ની નવી સિઝનની રિલીઝની રાહ જોઈ ર

'કોટા ફેક્ટરી 3' રિલીઝ ડેટ: 'પંચાયત'ની જેમ આમાં પણ ટ્વિસ્ટ! તારીખ જાણવા સોલ્વ કરો જીતુ ભૈયાનો પ્રશ્ન

જિતેન્દ્ર કુમારની વેબ સિરીઝ 'પંચાયત 3' રિલીઝ થયા બાદ હવે ફેન્સ 'કોટા ફેક્ટરી'ની નવી સિઝનની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ફેન્સની આતુરતાનો અંત આવ્યો છે. નિર્માતાઓએ 'કોટા ફેક્ટરી 3'ની રિલીઝ ડેટની જાહેરાત કરી છે, પરંતુ 'પંચાયત 3'ની જેમ આમાં પણ એક ટ્વિસ્ટ છે. તારીખ જાણવા માટે તમારે જીતુ ભૈયાના સવાલનો જવાબ આપવો પડશે. 

નેટફ્લિક્સ ઈન્ડિયાએ કોટા ફેક્ટરી 3ની રિલીઝ ડેટ સંબંધિત એક વીડિયો YouTube સહિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે. આમાં જિતેન્દ્ર કુમાર એક બોર્ડની સામે ઉભો છે. તે કહે છે કે દરેક વ્યક્તિ પૂછે છે કે કોટા ફેક્ટરીની સિઝન 3 ક્યારે આવશે? જીતુ ભૈયા ક્યારે આવે છે? તે કહે છે, 'હું આવી રહ્યો છું અને કોટા ફેક્ટરીની નવી સીઝન પણ આવી રહી છે. ડેટ નોટ કરી લો. કોટા ફેક્ટરીની રિલીઝ ડેટ જૂન છે...' અને આટલું કહીને તે ચૂપ થઈ જાય છે.

'કોટા ફેક્ટરી સિઝન 3' રિલીઝ ડેટ

આ પછી જિતેન્દ્ર કુમાર આગળ કહે છે કે તે આટલી સરળતાથી નહીં કહે, લોકોને બોર્ડ પર લખેલા સવાલનો જવાબ આપવો પડશે, કારણ કે તેમાં રિલીઝ ડેટ છુપાયેલી છે. તમારે ફક્ત તે પ્રશ્નને સોલ્વ કરવાનો છે.

કેટલાક લોકોએ સોલ્વ કર્યો પ્રશ્ન

કેટલાક ચાહકોએ જીતુ ભૈયાના પ્રશ્નનો સોલ્વ કરીને રિલીઝ ડેટ જાની લીધી છે. યુટ્યુબ પર કમેન્ટ સેક્શનમાં લોકો લખી રહ્યા છે કે તે 20 જૂને આવશે. ફેન્સ ખુશ છે કે બે દિવસ પહેલા જિતેન્દ્ર 'સચિવજી' તરીકે આવ્યો હતો અને હવે તે જીતુ ભૈયા બનીને બધાના દિલ જીતી લેશે.

આ સમાચાર શેર કરો