મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

બાબા સિદ્દીકીને અંતિમ વિદાઈ આપવા કેમ ન આવ્યો ખાસ ફ્રેન્ડ શાહરૂખ ખાન? સામે આવ્યું મોટું કારણ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકની

બાબા સિદ્દીકીને અંતિમ વિદાઈ આપવા કેમ ન આવ્યો ખાસ ફ્રેન્ડ શાહરૂખ ખાન? સામે આવ્યું મોટું કારણ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકની 12 ઓક્ટોબરે હત્યા કરવામાં આવી હતી. આ ઘટના મુંબઈના બાંદ્રામાં તેમના દીકરા જિશાન સિદ્દીકીની ઓફિસની બહાર બની હતી. અચાનક ત્રણ હુમલાખોરોએ તેમની ગોળી મારીને હત્યા કરી નાખી. બાબા સિદ્દીકીની હત્યાથી બોલિવૂડ સ્ટાર્સ સહિત તેમના ઘણા ફેન્સને આઘાત લાગ્યો છે. બાબા સિદ્દીકીને બોલિવૂડની કેટલીક હસ્તીઓ સાથે નજીકના સંબંધો હતા. તેઓ દર વર્ષે ઈદના અવસર પર ઈફ્તાર પાર્ટીનું આયોજન કરતા હતા, જેમાં શાહરૂખ ખાનથી લઈને સલમાન ખાન સુધીના ઘણા સુપરસ્ટાર્સ જોવા મળતા હતા.

બાબા સિદ્દીકીના નિધન બાદ સલમાન, સંજય, શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા, પૂજા ભટ્ટ, ઝહીર ઈકબાલ સહિત ઘણા સ્ટાર્સ તેમને વિદાય આપવા આવ્યા હતા. જોકે, શાહરૂખ ખાને આ સમગ્ર મામલે મૌન જાળવી રાખ્યું છે. કિંગ ખાને તેમના અંતિમ સંસ્કારમાં પણ હાજરી આપી ન હતી. આખરે આની પાછળનું કારણ શું છે?

આ કારણોસર ન આપી અંતિમ સંસ્કારમાં હાજરી

શાહરૂખ રાજકારણની સાથે બાબા સિદ્દીકી હત્યાના વિષયથી પણ પોતાને દૂર રાખવા માગે છે. એક સૂત્રએ જણાવ્યું કે, શાહરૂખ ખાન બાબા સિદ્દીકીની હત્યા કેસમાં સામેલ થવા નથી ઈચ્છતો. આ મામલો સલમાન ખાન સાથે પણ જોડાયેલો છે અને કિંગ ખાન આ બાબતથી દૂર રહેવા માગે છે. લોરેન્સ બિશ્નોઈની ગેંગ કેવી રીતે કામ કરે છે તે જાણીને શાહરૂખ ખાન હવે તેના વિશે કંઈપણ કહેવા માગતો નથી. આ જ કારણ છે કે, તે બાબા સિદ્દીકીના અંતિમ સંસ્કારથી પણ દૂર રહ્યો હતો.

આ સમાચાર શેર કરો