મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

અનંત-રાધિકાનું હનીમૂન થયું પોસ્ટપોન? રિસેપ્શન બાદ મુકેશ અંબાણીના પરિવારનો છે આ પ્લાન

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટે 12 જુલાઈ 2024ના રોજ ખ

અનંત-રાધિકાનું હનીમૂન થયું પોસ્ટપોન? રિસેપ્શન બાદ મુકેશ અંબાણીના પરિવારનો છે આ પ્લાન

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટે 12 જુલાઈ 2024ના રોજ ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા. બંનેએ મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટરમાં સાત ફેરા લીધા. જ્યાં દેશ-વિદેશની અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 'શુભ આશીર્વાદ' સમારોહમાં હાજરી આપી હતી. હાલ મંગલ ઉત્સવ ચાલી રહ્યો છે જેને આવકાર તરીકે વર્ણવવામાં આવ્યો છે. આ દરમિયાન રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના હનીમૂન અંગેની વિગતો પણ સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે લગ્ન પછી તરત જ હનીમૂન પર નહીં જાય.

એક અહેવાલ મુજબ, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્ન પછી તરત જ હનીમૂન માટે નહીં નીકળે. પરિવાર સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, અનંત અને રાધિકા બંને ગુજરાતી પરિવારમાંથી આવે છે. આ બંનેને પોતપોતાના રિવાજો અને પરંપરાઓ માટે ખૂબ જ આદર છે. આ રીતે, લગ્ન પછી તે સૌથી પહેલા આ બધા પર ધ્યાન આપશે.

હનીમૂન કેમ પોસ્ટપોન કરવામાં આવ્યું?

રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, 'ઘણી સેવાઓ અને દાનનું મહત્ત્વ છે. પરિવાર કેટલીક વિશેષ પૂજા અને અનુષ્ઠાન પણ કરવા જઈ રહ્યો છે. તો આવી સ્થિતિમાં રાધિકા અને અનંત અનેક ધાર્મિક વિધિઓમાં વ્યસ્ત રહેવાના છે. જ્યારે બંને આ બધા કામમાંથી ફ્રી થઈ જશે ત્યારે તેઓ હનીમૂન પર જશે.

મુકેશ અંબાણી અને નીતા અંબાણી ચલાવી રહ્યા છે ભંડારો 

ઉલ્લેખનીય છે કે, અનંત અંબાણીના લગ્ન પ્રસંગે મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ 40 દિવસના ભંડારા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. મુંબઈમાં એન્ટિલિયાના ઘરની બહાર જ આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ ભંડારા દ્વારા તેમનો હેતુ દરરોજ જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવાનો છે. તેમના ભંડારામાં દરરોજ લગભગ 9000 લોકો ભોજન કરે છે.

આ સમાચાર શેર કરો