Ranveer Singh Birthday / એક સમયે કન્ટેન્ટ રાઈટર હતો રણવીર સિંહ, પછી કેવી રીતે બન્યો બોલીવૂડનો સુપરસ્ટાર?
પોતાની શાનદાર એક્ટિંગથી લાખો ફેન્સના દિલ જીતનાર રણવીર સિંહ 39 વર્ષનો થઈ ગયો છે. રણવીર સિંહનો જન્મ

પોતાની શાનદાર એક્ટિંગથી લાખો ફેન્સના દિલ જીતનાર રણવીર સિંહ 39 વર્ષનો થઈ ગયો છે. રણવીર સિંહનો જન્મ 6 જુલાઈ 1985ના રોજ મુંબઈમાં થયો હતો. તેની બોલિવૂડની સફર શાનદાર રહી છે. આજે અમે તમને બોલિવૂડના પાવર હાઉસ એટલે કે રણવીર સિંહના જન્મદિવસ પર તેના વિશે કેટલીક ખાસ વાતો જણાવીએ.
બાળપણથી જ એક્ટર બનવા માંગતો હતો
રણવીર સિંહ આજે બોલિવૂડનો સફળ એક્ટર છે. તમને જણાવી દઈએ કે રણવીર સિંહનું પૂરું નામ રણવીર સિંહ ભવનાની છે. તે બાળપણથી જ એક્ટર બનવાનું સપનું જોવા લાગ્યો હતો. જ્યારે તે સ્કૂલમાં હતો ત્યારે સ્કૂલના નાટકોમાં ભાગ લેતો હતો. રણવીર કોલેજના અભ્યાસ દરમિયાન પણ ઓડિશન આપતો હતો. અભિનયની બારીકાઈઓ શીખવા માટે તેણે એક્ટિંગ ક્લાસ પણ લીધા છે.
એક સમયે કન્ટેન્ટ રાઈટર હતો
બહુ ઓછા લોકો જાણે છે કે બોલિવૂડમાં આવતા પહેલા રણવીર સિંહે કન્ટેન્ટ રાઈટર તરીકે પણ કામ કર્યું હતું. રણવીર સિંહ એક સમયે એક એડવર્ટાઈઝિંગ એજન્સી માટે કન્ટેન્ટ લખતો હતો. પરંતુ તે તેની મંઝિલ અને તેનો માર્ગ જાણતો હતો. બાદમાં તેણે બોલિવૂડનો રસ્તો પસંદ કર્યો
એક્ટર બનતા પહેલા આસિસ્ટન્ટ ડિરેક્ટર હતો
બોલિવૂડમાં એક્ટર તરીકે ડેબ્યુ કરતા પહેલા રણવીરે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું. રણવીરે સંજય લીલા ભણસાલીને તેની 2005ની ક્રિટીકલ એક્લેમડ ફિલ્મ 'બ્લેક'માં મદદ કરી હતી.
ડેબ્યૂ ફિલ્મથી જ ફેમસ થયો
આ પછી રણવીરે એક અભિનેતા તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો. તેની પ્રથમ ફિલ્મ 'બેન્ડ બાજા બારાત' હતી. 2010માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં રણવીરની સાથે અનુષ્કા શર્મા જોવા મળી હતી. આ ફિલ્મ હિટ રહી હતી. આ ફિલ્મે 15 એવોર્ડ જીત્યા હતા. રણવીરને પણ 'બેન્ડ બાજા બારાત' માટે બેસ્ટ મેલ ડેબ્યુનો એવોર્ડ મળ્યો હતો. આ પછી રણવીરે ક્યારેય પાછું વળીને જોયું નથી. લગભગ 14 વર્ષની તેની કારકિર્દીમાં રણવીરે ઘણી હિટ ફિલ્મો આપી છે.
ડેબ્યુ ફિલ્મ બાદ રણવીરે 'લેડીઝ વર્સીસ રિકી બહલ', 'લૂંટેરા', 'ગોલિયોં કી રાસલીલા-રામલીલા', 'ગુંડે', 'કિલ દિલ', 'દિલ ધડકને દો', 'બાજીરાવ મસ્તાની', 'બેફિકરે', 'પદ્માવત', 'સિમ્બા', 'ગલી બોય', '83', 'સૂર્યવંશી', 'જયેશભાઈ જોરદાર' અને 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આમાંથી મોટાભાગની ફિલ્મો હિટ રહી હતી. આ જ કારણ છે કે એક સમયનો કન્ટેન્ટ રાઈટર આજે બોલિવૂડનો સુપરસ્ટાર છે.
રણવીર સિંહની આગામી ફિલ્મો
રણવીર સિંહ હવે આ વર્ષની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'સિંઘમ અગેન'માં જોવા મળવાનો છે. તેમાં અજય દેવગન, કરીના કપૂર ખાન અને અર્જુન કપૂર પણ મહત્ત્વની ભૂમિકામાં છે. 'સિંઘમ અગેન' આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે. આ સિવાય રણવીર 'સિમ્બા 2'માં પણ જોવા મળશે.








