મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

Eid 2024: આમિરે મીઠાઈ ખવડાવી તો શાહરૂખને શુભેચ્છા પાઠવવા ફેન્સની ભીડ જમા થઈ

આજે દેશભરમાં ઈદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે બોલિવૂડમાં આ તહે

Eid 2024: આમિરે મીઠાઈ ખવડાવી તો શાહરૂખને શુભેચ્છા પાઠવવા ફેન્સની ભીડ જમા થઈ

આજે દેશભરમાં ઈદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે બોલિવૂડમાં આ તહેવાર પર ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો. ઘણા સ્ટાર્સે આ તહેવારની ઉજવણી કરી. તહેવારની રંગત અને ઉત્સાહ વચ્ચે બોલિવૂડના કેટલાય સ્ટાર્સે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમના ફેન્સને ઈદની શુભકામનાઓ પાઠવી હતી.

શાહરૂખ ખાન

https://twitter.com/iamsrk/status/1778410007895359862

દર વર્ષે ઈદના પ્રસંગે શાહરૂખ ખાન તેના બંગલા મન્નતની બહાર આવે છે અને ફેન્સને શુભેચ્છા પાઠવે છે. આ પરંપરા આ વર્ષે પણ ચાલુ છે. કિંગ ખાનની એક ઝલક મેળવવા માટે તેના ઘરની બહાર ફેન્સની ભારે ભીડ જોવ મળી હતી. બધા જ સુપરસ્ટારની રાહ જોઈ રહ્યા હતા. શાહરૂખને ઈદની શુભેચ્છા આપવા માટે લોકો દૂર-દૂરથી પહોંચ્યા હતા.

આમિર ખાન

https://twitter.com/PTI_News/status/1778354532780552272

ઈદના પ્રસંગે મિસ્ટર પરફેક્શનિસ્ટ પોતાના બે પુત્રો જુનૈદ અને આઝાદ સાથે જોવા મળ્યો હતો. આમિર, જુનૈદ અને આઝાદ ત્રણેય પાપારાઝીને મળ્યા અને સાથે ફોટો પડાવ્યો. આ દરમિયાન આમિર ખાને પાપારાઝીને મીઠાઈ પણ વહેંચી હતી. ત્રણેય પિતા-પુત્ર સફેદ રંગના કુર્તા-પાયજામામાં જોવા મળ્યા હતા.

સલમાન ખાન

https://twitter.com/BeingSalmanKhan/status/1778296412352184537

સલમાન ખાને પણ ઈદ પર એક પોસ્ટ શેર કરી છે. તેણે માત્ર ફેન્સને ઈદની શુભેચ્છાઓ જ નહોતી પાઠવી, પંરતુ તેની આગામી ફિલ્મનું નામ પણ એનાઉન્સ કર્યું હતું. આ ફિલ્મ આગામી ઈદ પર ધમાકેદાર સાબિત થશે. આ ફિલ્મનું નામ 'સિકંદર' હશે.

આ સમાચાર શેર કરો