Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Know how Dilip Kumar born in Hindu house became AR rahman

હિન્દુ ઘરમાં જન્મેલા 'દિલીપ કુમાર' કેવી રીતે બની ગયા એ.આર. રહેમાન? જાણો Untold Stories

Timeછેલ્લું અપડેટ : 22 Nov 2024
લાઇવ ટીવીGoogle News
હિન્દુ ઘરમાં જન્મેલા 'દિલીપ કુમાર' કેવી રીતે બની ગયા એ.આર. રહેમાન? જાણો Untold Stories

બોલિવૂડના સુપરસ્ટાર સિંગર અને મ્યુઝિક કમ્પોઝર એઆર રહેમાન આજકાલ છૂટાછેડાને લઈને ચર્ચામાં છે. એઆર રહેમાને 57 વર્ષની ઉંમરે પત્ની સાયરા બાનુથી છૂટાછેડા લેવાની જાહેરાત કરી છે. એઆર રહેમાન એકમાત્ર બોલિવૂડ સિંગર અને મ્યુઝિશિયન છે જેણે 2 ઓસ્કાર જીત્યા છે. એઆર રહેમાને બોલિવૂડને ઘણા સુપરહિટ ગીતો આપ્યા છે અને તેને સંગીતના સમ્રાટ કહેવામાં આવે છે.

App Store

આ પણ વાંચો: 'માત્ર અટકળો છે', અભિષેક-ઐશ્વર્યાના છૂટાછેડાની અફવા પર ગુસ્સે થયા અમિતાભ બચ્ચન

પરંતુ આ સંગીત સમ્રાટનો જન્મ એક સમયે હિન્દુ પરિવારમાં થયો હતો. બહુ ઓછા લોકો જાણે છે કે એઆર રહેમાનનું સાચું નામ દિલીપ કુમાર હતું. પરંતુ બાદમાં એઆર રહેમાને હિન્દુ ધર્મ છોડીને મુસ્લિમ ધર્મ અપનાવ્યો અને એઆર રહેમાન નામ રાખ્યું. પાછળથી, આ સિંગર મ્યુઝિકની દુનિયામાં સ્ટાર બની ગયા. આજે એઆર રહેમાન બોલિવૂડના બેસ્ટ સિંગર્સમાંથી એક છે.

કેવી રીતે દિલીપ કુમારમાંથી  એઆર રહેમાન બન્યો સિંગર

6 જાન્યુઆરી 1967ના રોજ ચેન્નાઈ, તમિલનાડુમાં જન્મેલા એઆર રહેમાને ઘણી ગરીબી જોઈ છે. એક સામાન્ય હિન્દુ પરિવારમાં જન્મેલા એઆર રહેમાનની માતા ખૂબ જ ધાર્મિક મહિલા હતા. એઆર રહેમાને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'મારા પિતા તેમના જીવનના અંતિમ દિવસોમાં કેન્સર સામે લડતા રહ્યા. આ દિવસોમાં એક સૂફી સંત તેમની સારવાર કરી રહ્યા હતા. પરંતુ થોડા સમય પછી મારા પિતાનું અવસાન થયું. 7-8 વર્ષ પછી અમે એ જ સૂફી સંતને મળ્યા. આ પછી અમે અમારો ધર્મ બદલ્યો અને તેનાથી અમને ઘણી શાંતિ મળી. જો કે, અમારા પરિવારમાં સંગીતનો દબદબો હતો, જેના કારણે અમારી સામાજિક સ્થિતિમાં કોઈ ખાસ તફાવત નહોતો. મારા માતા પહેલા હિંદુ દેવી-દેવતાઓની પૂજા કરતા હતા. મને યાદ છે કે અમારા ઘરમાં હિન્દુ દેવતાઓ અને મક્કા મદીનાના ચિત્રો હતા.

57 વર્ષની ઉંમરે છૂટાછેડા લીધા

એઆર રહેમાને તાજેતરમાં જ 29 વર્ષ બાદ તેમની પત્ની સાયરા બાનુથી છૂટાછેડાની જાહેરાત કરી હતી. એઆર રહેમાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. જેમાં એઆર રહેમાને કહ્યું હતું કે 'અમે લગ્નના 29 વર્ષ બાદ અલગ થઈ રહ્યા છીએ.' બોલિવૂડના સૌથી સુપરહિટ સિંગર્સની યાદીમાં એઆર રહેમાન ટોપ પર છે. એઆર રહેમાનના ડઝનબંધ ગીતો હંમેશા લોકોના હોઠ પર રહે છે.