મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

કિરણ રાવ નિર્દેશિત ફિલ્મ ‘લાપતા લેડિઝ’ની ઓસ્કાર 2025માં થઈ એન્ટ્રી, આ કેટેગરીમાં થઈ નોમિનેટ

કિરણ રાવ નિર્દેશિત ફિલ્મ 'લાપતા લેડિઝ'ની ઓસ્કાર 2025માં ઓફિશિયલી એન્ટ

કિરણ રાવ નિર્દેશિત ફિલ્મ ‘લાપતા લેડિઝ’ની ઓસ્કાર 2025માં થઈ એન્ટ્રી, આ કેટેગરીમાં થઈ નોમિનેટ

કિરણ રાવ નિર્દેશિત ફિલ્મ 'લાપતા લેડિઝ'ની ઓસ્કાર 2025માં ઓફિશિયલી એન્ટ્રી થઈ ગઈ છે. જેની એનાઉન્સમેન્ટ ‘ધ ફિલ્મ ફેડરેશન ઑફ ઈન્ડિયા’ દ્વારા ચેન્નાઈમાં આયોજિત એક કાર્યક્રમમાં કરવામાં આવી છે. 'લાપતા લેડિઝ'ને 97મા એકેડેમી એવોર્ડ માટે બેસ્ટ ફોરેન ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે.

કિરણ રાવે કર્યું છે 'લાપતા લેડિઝ'નું નિર્દેશન

‘લાપતા લેડિઝ’નું નિર્દેશન કિરણ રાવ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ ફિલ્મને આમિર ખાને તેના બેનર હેઠળ પ્રોડ્યુસ કરી હતી. ફિલ્મમાં પ્રતિભા રાંટા, સ્પર્શ શ્રીવાસ્તવ અને નિતાંશી ગોયલે કામ કર્યું છે. ફિલ્મમાં રવિ કિશન અને છાયા કદમે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ વર્ષની શરૂઆતમાં રિલીઝ થયેલી આ ફિલ્મે કલ્ટનો દરજ્જો હાંસલ કર્યો છે. નવા કલાકારો સાથેની આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થઈ ત્યારથી જ ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી છે.

'લાપતા લેડિઝ'એ 29 ફિલ્મોને છોડી પાછળ

એનિમલ, હનુમાન, કલ્કિ 2898 એડી, મહારાજા, જોરામ, શ્રીકાંત, મેદાન, સામ બહાદુર, આદુજીવિથમ, આર્ટિકલ 370 સહિત 29 ફિલ્મોને ભારત તરફથી ઓસ્કાર માટે નોમિનેટ કરવા માટે અરજીઓ મળી હતી, જેમાંથી 'લાપતા લેડિઝ' ભારત તરફથી આ વર્ષે ઓસ્કાર નોમિનેશન માટે પસંદ કરવામાં આવી છે.

શું સાકાર થશે આમિરનું સપનું?

'લાપતા લેડિઝ' સુપરસ્ટાર આમિર ખાન દ્વારા નિર્મિત ફિલ્મ છે. તેની એક્સ વાઇફ, ફિલ્મ નિર્માતા કિરણ રાવ આ ફિલ્મની સહ-નિર્માતા પણ છે. આમિરના પ્રોડક્શનમાં બનેલી આ ચોથી ફિલ્મ છે જેની ભારત તરફથી ઓફિશિયલ ઓસ્કાર એન્ટ્રી થઈ છે. 2001માં રિલીઝ થયેલી 'લગાન' આમિરના પ્રોડક્શનમાં બનેલી પહેલી ફિલ્મ હતી, જેને ભારત દ્વારા ઓસ્કાર માટે મોકલવામાં આવી હતી. આ પછી તેની પ્રોડક્શન્સ 'તારે જમીન પર' અને 'પીપલી લાઈવ' પણ ઓસ્કાર માટે મોકલવામાં આવી હતી. 'લગાન' ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ થવામાં સફળ રહી હતી, જ્યારે આમિર દ્વારા પ્રોડ્યૂસ અન્ય બે ફિલ્મો શોર્ટલિસ્ટ થઈ શકી ન હતી. પરંતુ હવે ચોથી વખત આમિર ખાન પ્રોડક્શનને આ તક મળી છે કે, તેની ફિલ્મ ભારતની ઓફિશિયલ એન્ટ્રી બનીને ઓસ્કારની રેસમાં સામેલ થઈ રહી છે. હવે 'લાપતા લેડિઝ'ની સફર ઓસ્કારમાં ક્યાં સુધી પહોંચે છે તેના પર તમામની નજર રહેશે.

આ સમાચાર શેર કરો