કેટરિનાએ શા માટે વિવેક ઓબેરોય સાથે કામ કરવાની સ્પષ્ટ ના પાડી હતી?
તમને એ વાત અંગે ખ્યાલ જ હશે કે સલમાન ખાન અને ઐશ્વર્યા એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા પરંતુ તેમના બ્રેકઅપ વખ

તમને એ વાત અંગે ખ્યાલ જ હશે કે સલમાન ખાન અને ઐશ્વર્યા એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા પરંતુ તેમના બ્રેકઅપ વખતે મોટી બબાલ થઈ હતી, જેનાથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો હતો. વિવેક ઓબેરોયે ઐશ્વર્યા અને સલમાનના બ્રેકઅપની આગમાં ઘી હોમવાનું કામ કર્યું હતું.
'વિવેકે સલમાન ખાન સાથે ઘણું ખોટું કર્યું છે'
આ જોઈને સલમાન ખાન ગુસ્સે થઈ ગયો હતો. ત્યારબાદ વિવેકે સલમાનની પૂર્વ ગર્લફ્રેન્ડ ઐશ્વર્યા રાયને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બાદમાં સલમાનના જીવનમાં કેટરિના કૈફ આવી હતી. તે પણ ઐશ્વર્યા અને વિવેક ઓબેરોયના પ્રકરણ વિશે જાણતી હતી, તેણે કહ્યું કે, 'વિવેકે સલમાન ખાન સાથે ઘણું ખોટું કર્યું છે.'
'મને નથી લાગતું કે હું ક્યારેય વિવેક સાથે કામ કરીશ'
2009મા ફિલ્મ રાજનીતિના શૂટિંગ દરમિયાન કેટરિનાએ મીડિયાને કહ્યું હતું કે, મને નથી લાગતું કે હું ફરી ક્યારેય વિવેક ઓબેરોય સાથે કામ કરીશ. વિવેક ઓબેરોય સાથે કામ ન કરવાનો નિર્ણય મારો પોતાનો છે અને તેની સાથે સલમાન ખાનને કોઈ લેવાદેવા નથી.






