કરીના અને સૈફ વચ્ચે આ બાબતને લઈને રોજ થાય છે ઝઘડા, અભિનેત્રીએ કહ્યું, 'લગ્ન પછી મારું જીવન...'
કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનની ગણતરી બોલિવૂડના પાવર કપલમાં થાય છે. કરીના હાલમાં જ પતિ સાથે વેકેશન પ

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનની ગણતરી બોલિવૂડના પાવર કપલમાં થાય છે. કરીના હાલમાં જ પતિ સાથે વેકેશન પર ગઈ હતી અને તેની ઘણી તસ્વીરો બેબોએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જ્યારે હવે કરીનાએ તાજેતરના તેના એક ઇન્ટરવ્યુમાં પોતાના લગ્નના અનુભવો અને સૈફ સાથે ક્યા મુદ્દે તેનો ઝઘડો થાય છે તે અંગે પણ વાતચીત કરી હતી.
સૈફ સાથે લગ્ન બાબતે શું કહ્યું કરીનાએ?
આ વર્ષે ઓક્ટોબર મહિનામાં કરીના કપૂર અને સૈફ અલી ખાનના લગ્નને 12 વર્ષ પૂરા થશે. આ દરમિયાન કરીના કપૂરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું સૈફ સાથે ઘણા મુદ્દે લડાઈ કરું છું. અમારી વચ્ચે ACને લઈને ઝઘડો થાય છે. લગ્ન પછી મારું જીવન ઘણું બદલાઈ ગયું. અમે બંને એકબીજા માટે સમય કાઢી શકતા નથી. આથી અમારે પૈસાને લઈને નહીં, પરંતુ સમય ન આપવાના કારણે ઝઘડા થાય છે. અમારે કેલેન્ડર જોઈને નક્કી કરવા માટે બેસવું પડે કે આ દિવસે, આ સમયે એકબીજાને મળવાનું છે.’
ACની બાબતમાં ઝગડો થાય છે
કરીનાએ કહ્યું કે, 'મારે ઘણીવાર સૈફ સાથે ACને લઈને ઝગડો થાય છે. સૈફ 16 ડિગ્રી સેલ્સિયસ પર AC ચલાવવાનું પસંદ કરે છે, જ્યારે મને ACનું તાપમાન ઓછામાં ઓછું 20 ડિગ્રી ગમે છે. આ સ્થિતિમાં બંને એકબીજાનું ધ્યાન રાખીને રૂમનું તાપમાન 16 કે 20ને બદલે 19 ડિગ્રી સેલ્સિયસ રાખીએ છીએ.'
કરીના સૈફની દરેક ફિલ્મ જુએ છે
કરીના કપૂરને પૂછવામાં આવ્યું કે શું તમે એકબીજાની ફિલ્મો જુએ છે? આ અંગે કરીના કપૂરે કહ્યું કે ‘હું સખત ટીકા કરું છું.’ સૈફ વિશે વાત કરતા કરીનાએ કહ્યું કે ‘શું તમે વિશ્વાસ કરી શકો છો કે સૈફે મારી ફિલ્મ 'ક્રૂ' નથી જોઈ! તે શૂટિંગમાં વ્યસ્ત હતો, પરંતુ મારે તેની બધી ફિલ્મો જોવી હોય છે. આ બાબતે તે મને ઓછી આંકે છે.’






