Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Kareena Kapoor hesitant to give intimate scenes

'રાજ કપૂરની પૌત્રી પાસેથી આવી અપેક્ષા...' જ્યારે કરીના ઈન્ટીમેટ સીન આપવાનો કર્યો ઈનકાર

Timeછેલ્લું અપડેટ : 18 Jan 2025
લાઇવ ટીવીGoogle News
'રાજ કપૂરની પૌત્રી પાસેથી આવી અપેક્ષા...' જ્યારે કરીના ઈન્ટીમેટ સીન આપવાનો કર્યો ઈનકાર

હિન્દી સિનેમામાં કરીના કપૂર ખાને વર્ષ 2000માં પ્રવેશ કર્યો હતો. કરીનાએ તેના કામ માટે અનેક એવોર્ડ પણ જીત્યા છે. વર્ષ 2003માં કરીનાએ 'ચમેલી' ફિલ્મ કરી હતી. જેમાં તેણે એક સેક્સ વર્કરની ભૂમિકા ભજવી હતી. તે સમયે કરીના તેના કરિયરની પીક પર હતી.

App Store

આ પણ વાંચો: સૈફ અલી ખાનની સારવાર પાછળ થયો આટલો ખર્ચ: જાણો હોસ્પિટલમાંથી ક્યારે મળશે રજા

કરીનાના આ રોલને વહીદા રહેમાનની આઈકોનિક પરફોર્મસ 'પ્યાસા' માં ગુલાબો તરીકેના અભિનય સાથે સરખામણી કરવામાં આવી હતી. કેટલાક ટીકાકારોએ કહ્યું કે, કરીનામાં આકર્ષણનો અભાવ હતો.

હું કોઈપણ પ્રકારના સેન્સેસન સીન નહીં આપું

એક ઇન્ટરવ્યુમાં આ અંગે કરીનાએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, "હું કોઈપણ પ્રકારના સેન્સેસન સીન નહીં આપું. અને એમ પણ વહીદા રહેમાનજીએ 'પ્યાસા'માં ક્યારે સેક્સ સીન આપ્યો હતો?"

આ પણ વાંચો: VIDEO / 'તારક મહેતા' ફેમ ગુરચરણ સિંહે આપ્યું હેલ્થ અપડેટ, સાથે જ ફેન્સને કહી આ વાત

કરીનાએ કહ્યું હતું, "મને માફ કરજો. પણ તમે રાજ કપૂરની પૌત્રી પાસેથી આ પ્રકારના સીનની અપેક્ષા કેવી રીતે રાખી શકો છો? હું ક્યારેય આવા સીન નહીં કરું." ઉલ્લેખનીય છે કે, કરીનાની ફિલ્મ 'ચમેલી' નું નિર્દેશન સુધીર મિશ્રાએ કર્યું હતું. કરીના માટે આ પાત્ર ભજવવું થોડું મુશ્કેલ હતું, પણ તેણે તે ખૂબ સારી રીતે ભજવ્યું હતું. 

હાલમાં તો કરીના તેના પતિ સૈફ અલી ખાનને લઈને ખૂબ જ ચિંતિત છે. તાજેતરમાં થોડા દિવસ પહેલા તેના ઘરમાં એક ચોર ઘુસી આવ્યો હતો, જેણે સૈફને ઘાયલ કર્યો હતો. પણ સૈફ હવે ઠીક છે.