મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

બેસ્ટ ફ્રેન્ડ મલાઈકા અરોરાના પિતાના અવસાન બાદ કરીનાએ કેન્સલ કરી તમામ ઈવેન્ટ

મલાઈકા અરોરાના પિતાના નિધન બાદ બધાને આઘાત લાગ્યો છે. મલાઈકાના

બેસ્ટ ફ્રેન્ડ મલાઈકા અરોરાના પિતાના અવસાન બાદ કરીનાએ કેન્સલ કરી તમામ ઈવેન્ટ

મલાઈકા અરોરાના પિતાના નિધન બાદ બધાને આઘાત લાગ્યો છે. મલાઈકાના પિતાએ ઘરની છત પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. જે બાદ મલાઈકાનો આખો પરિવાર આઘાતમાં છે. મલાઈકા અને તેની બહેન અમૃતા બંનેને સપોર્ટ કરવા માટે તેમના મિત્રો તેમની સાથે છે. બંને બહેનોને પિતાના નિધનની જાણ થતાં જ તેઓ તુરંત ઘરે પહોંચી ગયા હતા. આ દરમિયાન તેની બેસ્ટ ફ્રેન્ડ કરીના કપૂર તેની સાથે ઉભી જોવા મળી હતી. કરીનાએ પણ તેની બેસ્ટ ફ્રેન્ડ્સને સપોર્ટ કરવા માટે તેની તમામ ઈવેન્ટ કેન્સલ કરી છે.

કરીના કપૂરની ફિલ્મ ‘ધ બકિંગહામ મર્ડર્સ’ 13 સપ્ટેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. તેથી કરીના ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત હતી. હવે તેની મિત્ર મુશ્કેલીમાં હોવાથી તેણે તેના તમામ કામ છોડીને તેને સપોર્ટ આપવાનું નક્કી કર્યું છે.

કેન્સલ કરી તમામ ઈવેન્ટ

એક રિપોર્ટ અનુસાર, કરીના કપૂરે પોતાનું કામ થોડા દિવસો માટે કેન્સલ કરી દીધું છે. બેસ્ટ ફ્રેન્ડ મલાઈકા અને અમૃતાના પિતાના મૃત્યુ બાદ કરીનાએ આ નિર્ણય લીધો છે. રિપોર્ટ અનુસાર, કરીના આજે મુંબઈમાં એક ઈવેન્ટમાં હાજરી આપવાની હતી પરંતુ હવે કરીનાની ટીમે તેને કેન્સલ કરવાનો નિર્ણય કર્યો છે. કરીના કપૂર, કરિશ્મા કપૂર, મલાઈકા અરોરા અને અમૃતા અરોરા ખૂબ જ સારા મિત્રો છે. મુશ્કેલ સમયમાં હંમેશા એકબીજાની પડખે ઉભા રહે છે. આ ચારેય મિત્રો દરેક ખુશીના પ્રસંગે પણ સાથે જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે, મલાઈકાના પિતાના નિધનના સમાચાર મળતા જ કરીના પતિ સૈફ અલી ખાન સાથે મલાઈકાના ઘરે પહોંચી હતી. કરિશ્મા પણ તરત જ તેની ફ્રેન્ડ સાથે ઊભી રહી. તેમજ મલાઈકાના પૂર્વ પતિ અરબાઝ ખાન, દીકરો અરહાન ખાન, એક્સ બોયફ્રેન્ડ અર્જુન કપૂર અને અરબાઝનો પરિવાર પણ મલાઈકાના ઘરે પહોંચ્યો હતો.

આ સમાચાર શેર કરો