મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

અનંત-રાધિકાના લગ્ન માટે મુંબઈ પહોંચી કાર્દશિયન સિસ્ટર્સ, પતિ નિક સાથે આવી દેશી ગર્લ, વિદેશથી આવ્યા અનેક મહેમાનો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગ માટે હ

અનંત-રાધિકાના લગ્ન માટે મુંબઈ પહોંચી કાર્દશિયન સિસ્ટર્સ, પતિ નિક સાથે આવી દેશી ગર્લ, વિદેશથી આવ્યા અનેક મહેમાનો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગ માટે હોલિવૂડ સ્ટાર્સ કાર્દાશિયન સિસ્ટર્સ કિમ કાર્દાશિયન અને ખ્લો કાર્દાશિયન ભારત પહોંચી છે. આ દરમિયાન બંને બહેનો કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી અને પેપ્સને જોઈ હાથ પણ વેવ કર્યો હતો. લગ્નમાં કાર્દશિયન બહેનો ઉપરાંત અન્ય ઘણા વિદેશી મહેમાનો ભારત પહોંચી રહ્યા છે.

કિમ કાર્દાશિયન અને ખ્લો કાર્દાશિયન ભારત પહોંચી


કિમ કાર્દાશિયન અને ખ્લો કાર્દાશિયન 11 જુલાઈના રોજ મુંબઈ પહોંચી હતી. બંને બહેનો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભારતીય પોશાક લહેંગા પહેરશે. ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા લગ્ન એટલે કે મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે 12મી જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ લગ્નમાં બોલિવૂડની હસ્તીઓ હાજરી આપશે અને તેમના સિવાય ઘણા મોટા વિદેશી મહેમાનો પણ આ લગ્નનો ભાગ બનવા માટે ભારત પહોંચી રહ્યા છે.

ખ્લો કાર્દાશિયન


અમેરિકન મીડિયા પર્સનાલિટી અને સોશિયલાઈટ્સ કિમ કાર્દાશિયન અને ખ્લો કાર્દાશિયન લગ્નના એક દિવસ પહેલા મોડી રાત્રે મુંબઈ પહોંચી ગઈ હતી. કિમ કાર્દાશિયને પણ તેની કારમાં બેસતા પહેલા પાપારાઝીને હાથ વેવ કર્યો હતો. બંને બહેનો કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી.

શું કિમ કાર્દાશિયન તરુણ તાહિલિયાનીનો લહેંગા પહેરશે?

એક અહેવાલ મુજબ, કિમ કાર્દાશિયન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં ડિઝાઈનર તરુણ તાહિલિયાનીનો લહેંગા પહેરવા જઈ રહી છે. ખ્લો શું પહેરવાની છે એ વિશે હજી સુધી કોઈ માહિતી નથી, કિમ અને ખ્લો સિવાય અન્ય ઘણા વિદેશી મહેમાનો કલિના એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના ચેરમેન લી જે-યોંગ


સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના ચેરમેન લી જે-યોંગ પણ ભવ્ય લગ્ન માટે ભારત આવ્યા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈ, 2024ના રોજ મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલા Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં થવાના છે. મુખ્ય લગ્ન સમારોહ માટે મહેમાનોને પરંપરાગત ભારતીય પોશાક પહેરવા વિનંતી કરવામાં આવી છે.

યુકેના ભૂતપૂર્વ વડાપ્રધાન બોરિસ જોનસન


અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપવા માટે યુનાઈટેડ કિંગડમ (યુકે)ના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોનસન પણ મુંબઈ પહોંચી ગયા છે. તે મુંબઈના કલિના એરપોર્ટ પર પણ જોવા મળ્યો હતો. કલિના એરપોર્ટ પર ઘણા VVIP દેશી અને વિદેશી મહેમાનોના આગમનને કારણે સુરક્ષામાં અનેકગણો વધારો કરવામાં આવ્યો છે.

પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસ સાથે ભારત પહોંચી


11 જુલાઈના રોજ પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનાસ સાથે લગ્નમાં હાજરી આપવા માટે મુંબઈ પહોંચી હતી. કારમાં બેસતા પહેલા પ્રિયંકા ચોપરાએ નિક જોનાસ સાથે દૂરથી પોઝ આપ્યો હતો. જ્યારે પેપ્સે પ્રિયંકાને આગળ આવવા કહ્યું, ત્યારે તેણે મીઠો જવાબ આપ્યો, "બાદ મેં" અને કારની અંદર જતી રહી.

14મી સુધી ચાલશે કાર્યક્રમો 

12 જુલાઈના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પછી, 13 જુલાઈના રોજ શુભ આશીર્વાદ સમારોહ હશે અને ડ્રેસ કોડ ભારતીય ઔપચારિક છે. આ પછી, 14 જુલાઈએ ભવ્ય લગ્ન રિસેપ્શન મંગલ ઉત્સવ થશે અને આ માટેનો ડ્રેસ કોડ ફક્ત ભારતીય જ છે.

આ સમાચાર શેર કરો