‘ખતરોં કે ખિલાડી 14’નો વિજેતા બન્યો કરણવીર મહેરા, ફિનાલે સ્ટંટમાં ગશ્મીર અને કૃષ્ણાને હરાવ્યા
રોહિત શેટ્ટીના સ્ટંટ આધારિત રિયાલિટી શો 'ખતરોં

રોહિત શેટ્ટીના સ્ટંટ આધારિત રિયાલિટી શો 'ખતરોં કે ખિલાડી 14'નો ગ્રાન્ડ ફિનાલે યોજાયો હતો જેમાં શોનો વિજેતા મળી ગયો હતો. આ શોનો વિજેતા ટીવી અભિનેતા કરણવીર મહેરા છે જેણે બાકીના ચાર ફાઇનલિસ્ટ અભિષેક કુમાર, કૃષ્ણા શ્રોફ, શાલિન ભનોટ અને ગશ્મીર મહાજાનીને હરાવીને ટ્રોફી જીતી હતી. ચાલો તમને જણાવીએ કે, શોના ગ્રાન્ડ ફિનાલેમાં શું થયું.
ફિનાલે સ્ટંટમાં હતા ત્રણ સ્પર્ધકો
શોના ફિનાલે સ્ટંટમાં ત્રણ ફાઇનલિસ્ટ એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યા હતા, જેમાં ગશ્મીર મહાજાની, ક્રિષ્ના શ્રોફ અને કરણવીર મહેરા હતા. આ ત્રણેય શોમાં ખૂબ જ મજબૂત દાવેદાર હતા, તેથી ફિનાલે ખૂબ જ મુશ્કેલ અને અઘરી બનવાની હતી. કરણવીર મહેરા પણ શોના અન્ય સ્પર્ધકોને હરાવીને પ્રથમ ફાઇનલિસ્ટ બન્યો હતો.
ખતરનાક હતો ફિનાલે સ્ટંટ
ફિનાલે સ્ટંટમાં સૌ પ્રથમ દોરડા પર લટકીને પાણીમાં કૂદવાનો હતો, ત્યારબાદ પાણીમાં થોડે દૂર સુધી સ્વિમિંગ કર્યા બાદ બહાર આવીને એક બટન દબાવવાનું હતું. બટન દબાવ્યા પછી, વ્યક્તિએ જાતે જ ફ્લાઇંગ હેલિકોપ્ટરમાં સવાર થવાનું હતું. તેના માટે સીડીનો ઉપયોગ કરીને સ્પર્ધકોએ હેંગિંગ હેલિકોપ્ટર પર ચઢવાનું હતું. ત્રણેય સ્પર્ધકોએ એક પછી એક આ સ્ટંટ કર્યો. આ સ્ટંટ કરવા માટે પહેલા ગશ્મીર ગયો, ત્યારબાદ ક્રિષ્ના અને પછી કરણવીર ગયો હતો. આ સ્ટંટ સૌથી ઓછા સમયમાં પૂરો કરીને કરણવીર શોનો વિજેતા બન્યો.
આલિયા ભટ્ટે કરી રોહિત શેટ્ટી સાથે ખૂબ જ મસ્તી
બોલિવૂડ એક્ટ્રેસ 'ખતરો કે ખિલાડી 14'ના ફિનાલે એપિસોડમાં તેના 'જિગરા' કો-સ્ટાર વેદાંગ રૈના સાથે જોવા મળી હતી. આ દરમિયાન આલિયા ભટ્ટે શોના સ્પર્ધકો સાથે ખૂબ જ મસ્તી કરી હતી. આ દરમિયાન આલિયાએ શોના સ્પર્ધક અભિષેક કુમારને એક ગીત પણ ડેડિકેટ કર્યું. આલિયાએ રક્ષાબંધનનું ગીત અભિષેક કુમારને ડેડિકેટ કર્યું અને તેને પોતાનો ભાઈ બનાવ્યો, જેના પર અભિષેક ખૂબ જ દુઃખી થઈ ગયો.






