મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: IIFA એવોર્ડ 2024માં કરણ જોહરે સ્પર્શ કર્યા શાહરૂખ ખાનના પગ, યુઝર્સે પણ કર્યા વખાણ

IIFA એવોર્ડ્સ 2024નું આયોજન અબુ ધાબીમાં કરવામાં આવી રહ્યું છે. આ ઈવેન્ટના તમા

VIDEO: IIFA એવોર્ડ 2024માં કરણ જોહરે સ્પર્શ કર્યા શાહરૂખ ખાનના પગ, યુઝર્સે પણ કર્યા વખાણ

IIFA એવોર્ડ્સ 2024નું આયોજન અબુ ધાબીમાં કરવામાં આવી રહ્યું છે. આ ઈવેન્ટના તમામ ફોટો અને વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. આ મેગા ઈવેન્ટનો એક વીડિયો છે જે દરેકના દિલને સ્પર્શી જાય છે. તેમજ વીડિયો ખૂબ જ ઈમોશનલ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો બીજા કોઈનો નહીં પણ બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન અને કરણ જોહરનો છે. આખરે આ વીડિયોમાં એવું તો શું છે જેની આટલી ચર્ચા થઈ રહી છે? જાણો...

હોસ્ટ હતા શાહરૂખ ખાન અને વિકી કૌશલ

સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવ્યો છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, શાહરૂખ ખાન અને વિકી કૌશલ IIFA એવોર્ડ 2024ના સ્ટેજ પર હોસ્ટ કરી રહ્યા છે. આ દરમિયાન વિકી અને શાહરૂખ કરણની ખૂબ જ અલગ રીતે પ્રશંસા કરે છે અને કહે છે કે માતા-પિતા તેમના બાળકો માટે વારસો છોડીને જાય છે. ત્યારે શાહરૂખ ખાન કહે છે કે, ક્યારેક એવા નસીબદાર માતા-પિતા હોય છે જેમના બાળકો તેમના વારસાને આગળ ધપાવે છે.

સામે આવ્યો IIFA એવોર્ડ્સ 2024નો વીડિયો

કિંગ ખાન આગળ કહે છે કે, કરણ જોહર એક સુંદર નાનું બાળક છે… આ પછી બધાએ કરણને તાળીઓના ગડગડાટથી આવકાર્યો અને કરણ સ્ટેજ પર જતા જ પહેલા વિકી કૌશલને ગળે લગાવે છે અને પછી શાહરૂખ ખાનના પગ સ્પર્શ કરે છે અને તેને ગળે લગાવે છે. આ પછી વિકી કરણને એવોર્ડ આપે છે. હવે IIFA એવોર્ડ 2024ની આ ખાસ પળોનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

યુઝર્સે પણ કર્યા વખાણ

સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, કિંગ ખાન ખરેખર બોલિવૂડનો બાદશાહ છે. અન્ય એક યુઝરે લખ્યું , શું કરણ જોહરે ખરેખર શાહરૂખ ખાનના પગ સ્પર્શ કર્યા હતા. ત્રીજા યુઝરે લખ્યું કે, કરણ જોહરની પ્રતિક્રિયા અદ્ભુત હતી. અન્ય એક યુઝરે લખ્યું કે, આ ખૂબ જ સ્વીટ વીડિયો છે. આ વીડિયો જોયા બાદ યુઝર્સ આવી કોમેન્ટ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આઈફા એવોર્ડ 2024માં કરણ જોહરને સિનેમામાં 25 વર્ષ પૂરા કરવા પર અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો