મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

પિતા યશ જોહરની પુણ્યતિથિ પર ભાવુક થયો કરણ જોહર, લખ્યું- 'વિશ્વાસ નથી આવતો કે 20 વર્ષ વીતી ગયા'

કરણ જોહરની ગણતરી આજે બોલિવૂડના ટોપ ફિલ્મ મેકર્સમાં થાય છે. તેના

પિતા યશ જોહરની પુણ્યતિથિ પર ભાવુક થયો કરણ જોહર, લખ્યું- 'વિશ્વાસ નથી આવતો કે 20 વર્ષ વીતી ગયા'

કરણ જોહરની ગણતરી આજે બોલિવૂડના ટોપ ફિલ્મ મેકર્સમાં થાય છે. તેના પિતા, ધર્મા પ્રોડક્શનના સ્થાપક યશ જોહર પણ તેમના સમયના સૌથી પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતાઓમાંના એક હતા. કરણ જોહર અવારનવાર તેના પિતાની યાદોને સોશિયલ મીડિયા પર અને તેના ઇન્ટરવ્યુમાં શેર કરે છે. આજે યશ જોહરની 20મી પુણ્યતિથિ છે. આ અવસર પર કરણ જોહરે યશ જોહરના અનેક ફોટોગ્રાફ્સ શેર કરીને તેના પિતાને યાદ કર્યા.

પિતાની પુણ્યતિથિ પર ભાવુક થયો કરણ જોહર

પિતા યશ જોહરની 20મી પુણ્યતિથિ પર કરણ જોહરે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પિતાની ઘણી બધી તસવીરો શેર કરી છે અને તેમને સમર્પિત કરતી એક ભાવનાત્મક પોસ્ટ પણ લખી છે. કરણે તેની પોસ્ટમાં લખ્યું, "હું વિશ્વાસ કરી શકતો નથી કે 20 વર્ષ વીતી ગયા છે. મારો સૌથી મોટો ડર માતા-પિતાને ગુમાવવાનો હતો. 2 ઓગસ્ટ, 2003ના રોજ, મારા પિતાએ મને કહ્યું કે, તેમને કેન્સર છે... મારું સૌથી ખરાબ દુઃસ્વપ્ન મને જોતા રહેવું હતું અને તેમ છતાં તેમના બાળક તરીકે સકારાત્મક રહેવું અને વિશ્વાસ જાળવી રાખવો એ મારી ફરજ હતી.

10 મહિના પછી તે અમને છોડીને ચાલ્યા ગયા... અમે તેમને ગુમાવી દીધા... પરંતુ અમે તેમની ગુડવિલની દરેક ઇંચ મેળવી... મને સૌથી દૃઢ, દયાળુ અને નિઃસ્વાર્થ વ્યક્તિનો દીકરો હોવા પર ખૂબ જ ગર્વ હતો... તેમને પોતાના સંબંધોને બધી જ બાબતોની ઉપર રાખ્યા અને પ્રેમનો એક વારસો છોડ્યો, જેને હું અને મારી મમ્મી આજે પણ જીવીએ છીએ... કાશ તે અમારા બાળકોને જાણતા હોત... પણ હું જાણું છું કે તે હંમેશા તેમની અને અમારી ઉપર નજર રાખે છે... લવ યૂ પપ્પા…”

જૂન 2004માં કેન્સરને કારણે થયું હતું યશ જોહરનું અવસાન 

યશ જોહર કરણ જોહર માટે પ્રેરણારૂપ હતા અને તે હંમેશા તેના સ્વર્ગસ્થ પિતાને યાદ કરે છે. જૂન 2004માં યશ જોહરનું કેન્સરને કારણે અવસાન થયું હતું. યશ જોહરે તેમની કારકિર્દીમાં ‘દોસ્તાના’, ‘દુનિયા’, ‘અગ્નિપથ’, ‘ગુમરાહ’, ‘ડુપ્લિકેટ’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘કભી ખુશી કભી ગમ’ અને ‘કલ હો ના હો’ જેવી ઘણી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું.

યશ જોહરની છેલ્લી જોવાયેલી ફિલ્મ હતી ‘લક્ષ્ય’

18 જૂને ફરહાન અખ્તરની ફિલ્મ ‘લક્ષ્ય’એ 20 વર્ષ પૂરા કર્યા. ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના દિગ્દર્શક કરણે આ પ્રસંગે ખુલાસો કર્યો હતો કે, આ હ્રિતિક રોશન અને પ્રીતિ ઝિન્ટા અભિનીત આ છેલ્લી ફિલ્મ હતી જે તેના પિતાએ પ્રીમિયરમાં જોઈ હતી. તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કરણે લખ્યું કે, ‘લક્ષ્ય’ છેલ્લી ફિલ્મ હતી જે તેના પિતાએ તેને છોડતા પહેલા જોઈ હતી. “પ્રીમિયરમાંથી પાછા આવ્યા પછી તેમને ફરહાન અખ્તર, ઝોયા અખ્તર અને હ્રિતિક રોશન પર ખૂબ ગર્વ હતો અને તેમણે મને કહ્યું કે, તેમણે તેમને મોટા થતા જોયા છે અને તેમને આશીર્વાદ આપ્યા છે. ‘લક્ષ્ય’ મારા માટે ઘણી રીતે ખાસ રહેશે. તેઓ પ્રીમિયરમાં આખી ઈન્ડસ્ટ્રીને મળ્યા હતા.'' ફિલ્મ નિર્માતાએ કહ્યું કે, તે આભારી છે કે, તેના પિતા પ્રીમિયર વખતે તેમના ફિલ્મી પરિવારને અંતિમ વિદાય આપી શક્યા.

આ સમાચાર શેર કરો