Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Karakhanu Gujarati film selected at 55th International Goa Film Festival

'કલ્કી' , 'મન્જુમલ બોય્સ', '12th ફેઈલ' સાથે ગુજરાતી ફિલ્મ ‘કારખાનું’ની 55માં આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદગી

Timeછેલ્લું અપડેટ : 05 Nov 2024
લાઇવ ટીવીGoogle News
'કલ્કી' , 'મન્જુમલ બોય્સ', '12th ફેઈલ' સાથે ગુજરાતી ફિલ્મ ‘કારખાનું’ની 55માં આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદગી

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજિત 55મા આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી ફિલ્મ ‘કારખાનું’ સત્તાવાર રીતે પસંદગી પામી છે. ભારત સરકાર દ્વારા યોજાતા આ ખૂબ જ નામાંકિત ફિલ્મ ફેસ્ટિવલમાં લગભગ  3 વર્ષ બાદ કોઈ ગુજરાતી ફિલ્મની પસંદગી થઇ છે, જે એક ગુજરાતી તરીકે ગૌરવ થાય તેવી આ વાત છે. 

App Store

ઇન્ડિયામાં મેઈન સ્ટ્રીમ ફિલ્મમાં 'કલ્કી', 'મન્જુમલ બોય્સ', '12th ફેઈલ', 'સ્વર્ગારથ'ની સાથે આપણી ગુજરાતી ભાષાની ફિલ્મ ‘કારખાનું’એ ડંકો વગાડ્યો છે.

ગુજરાતની પ્રથમ સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ ‘કારખાનું’નું દિર્ગદર્શન ઋષભ થાનકી દ્વારા કરવામાં આવ્યું હતું. ફિલ્મની વાર્તા પાર્થ મધુકૃષ્ણ, ઋષભ થાનકી અને પૂજન પરીખે લખી છે. ફિલ્મમાં અર્ચન ત્રિવેદી, મકરંદ શુક્લ, રાજુ બારોટ, કાજલ ઓઝા વૈધ જેવા અનુભવી કલાકારો સાથે પાર્થ મધુકૃષ્ણ, હર્ષદીપસિંહ જાડેજા, હાર્દિક શાસ્ત્રી, દધીચિ ઠાકર જેવા યુવા કલાકારોએ અભિનયના ઓજસ પાથર્યા છે.

‘કારખાનું’ એ પાર્થ મધુકૃષ્ણ, ઋષભ થાનકી, પૂજન પરીખ અને ધવલ વાઘેલાની  પ્રથમ ફિલ્મ છે. સૌરાષ્ટ્રની તળની કોઈ લોક-વાર્તાને લઈને  નવી ટેક્નોલોજી અને હોલીવુડ કક્ષાની આ ફિલ્મ છે. તળપદી ભાષાના ડાયલોગ્સ પણ મજ્જો પડાવી દે તેવા છે.  ફિલ્મમાં એક ગામની વાત કરવામાં આવી છે જ્યાં એક કારખાનામાં 3 કારીગરો રાત્રે કામ અર્થે જાય છે અને ત્યાં ભૂત હોવાની વાતની જાણ થતાં આગળ શું થાય છે તેની વાર્તા છે.