મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

ફરી આવી રહ્યો છે ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’, જાણો કોણ હશે શોના પહેલા ગેસ્ટ

તમારી કમરની પેટી બાંધી લો...કારણ કે ફરી એકવાર તમે હાસ્ય સાથે ર

ફરી આવી રહ્યો છે ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’, જાણો કોણ હશે શોના પહેલા ગેસ્ટ

તમારી કમરની પેટી બાંધી લો...કારણ કે ફરી એકવાર તમે હાસ્ય સાથે રોલ કરવા જઈ રહ્યા છો. હા, કોમેડી કિંગ કપિલ શર્મા ફરી એકવાર પોતાનો સૌથી લોકપ્રિય કોમેડી શો 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' લઈને આવી રહ્યો છે. આ સમાચાર બાદ કપિલના ફેન્સ પણ ખુશ છે.

ફરી હસાવવા આવી રહ્યો છે કપિલ

સૂત્રોના જણાવ્યા મુજબ 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'ની બીજી સિઝન ટૂંક સમયમાં આવવાની છે. મળતી માહિતી મુજબ, શોની ટીમ મંગળવાર (13 ઓગસ્ટ)થી નવી સિઝનનું શૂટિંગ શરૂ કરશે. 'ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ'ની કાસ્ટ આ શોના પહેલા એપિસોડ માટે ખાસ મહેમાન હશે.

પહેલી સિઝનમાં હતા 13 એપિસોડ

ઉલ્લેખનીય છે કે, વર્ષો સુધી સોની ટીવી પર રાજ કર્યા બાદ કપિલ શર્મા ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર પોતાનો 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' લાવ્યો હતો. નેટફ્લિક્સ પર કપિલના શોનો પહેલો એપિસોડ 30 માર્ચ 2024ના રોજ સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો, જ્યારે છેલ્લો એપિસોડ 22 જૂન 2024ના રોજ પ્રસારિત થયો હતો. કોમેડી શોની પહેલી સિઝનમાં માત્ર 13 એપિસોડ જ જોવા મળ્યા હતા.

સિઝન 1 ને કેવો પ્રતિસાદ મળ્યો?

હંમેશની જેમ, કપિલ શર્માના ફેન્સે તેનો શો ઘણો પસંદ કર્યો, પરંતુ ઘણા લોકોએ શોને રિપીટેટિવ કહીને તેની ટીકા પણ કરી. લોકોએ કહ્યું કે, આ શોમાં કંઈ નવું નથી. આ શોને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, ત્યારબાદ એવી અફવા હતી કે 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'ની બીજી સીઝન નહીં આવે, પરંતુ મેકર્સે સ્પષ્ટ કરી દીધું હતું કે, તેઓ શોની નવી સિઝન લાવશે. અને તેઓએ વચન પાળ્યું. જોકે, લોન્ચની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.

સુનીલ ગ્રોવર 7 વર્ષ બાદ પરત ફર્યો

'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'માં સુનીલ ગ્રોવરની એન્ટ્રીની સૌથી વધુ ચર્ચા એટલા માટે થઈ હતી કારણ કે, કપિલ શર્મા સાથેની લડાઈના 7 વર્ષ પછી સુનીલ શોમાં પાછો ફર્યો હતો. બંનેને પડદા પર એકસાથે જોયા બાદ ફેન્સની ખુશીની કોઈ સીમા ન રહી. આ શોમાં સુનીલ ગ્રોવર ઉપરાંત કૃષ્ણા અભિષેક, કીકુ શારદા, અર્ચના પુરણ સિંહ, રાજીવ ઠાકુર જોવા મળ્યા હતા. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે, શોની બીજી સિઝનમાં કયા સ્ટાર્સ જોવા મળશે.

આ સમાચાર શેર કરો