મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

બ્રિટનમાં ચૂંટણી જીતીને ચર્ચામાં આવેલા કનિષ્ક નારાયણ આ બોલીવુડ અભિનેત્રીના છે ભાઈ 

વેલ્સમાંથી લેબર પાર્ટીના ઉમેદવાર કનિષ્ક નારાયણે અલુન કેર્ન્સને હરાવીને જીત મેળવી

બ્રિટનમાં ચૂંટણી જીતીને ચર્ચામાં આવેલા કનિષ્ક નારાયણ આ બોલીવુડ અભિનેત્રીના છે ભાઈ 

વેલ્સમાંથી લેબર પાર્ટીના ઉમેદવાર કનિષ્ક નારાયણે અલુન કેર્ન્સને હરાવીને જીત મેળવી છે. નારાયણ લઘુમતી પૃષ્ઠભૂમિમાંથી વેલ્સમાં પ્રથમ સાંસદ બન્યા છે. બિહારના મુઝફ્ફરપુરમાં જન્મેલા નારાયણનો ઉછેર કાર્ડિફમાં થયો હતો. તે હાલમાં બેરીમાં રહે છે. નારાયણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. અહીં તેમણે ફિલોસોફી, પોલિટિક્સ અને ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો. આ પછી તે કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ કર્યું હતું. 

રાજનીતિમાં આવતા પહેલા નારાયણ સરકારી સલાહકાર મંત્રાલયમાં કામ કરતા હતા. અહીં રહીને તેઓ પબ્લિક પોલિસી પર કામ કરતા હતા. આ સિવાય કનિષ્યક નારાયણે યુરોપ અને અમેરિકામાં પણ ઘણી નોકરીઓ કરી છે. જ્યારે કોરોના દરમિયાન લોકડાઉન લાદવામાં આવ્યું ત્યારે તેણે રાષ્ટ્રીય સ્તરે અભિયાન પણ ચલાવ્યું હતું. જેમાં તેણે બ્રિટિશ સરકારને મદદ કરી હતી.

કનિષ્ક નારાયણ બ્રિટનના પૂર્વ વડાપ્રધાનના આર્થિક સલાહકાર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. કનિષ્કે ઓક્સફોર્ડ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ફિલોસોફી, પોલિટિક્સ અને ઈકોનોમિક્સમાં તેમજ બિઝનેસમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તેઓ સિવિલ સર્વિસમાં પણ રહી ચૂક્યા છે.

instagram.com/p/C9CB8MnoQ7Q/

કનિષ્ક નારાયણ બોલીવુડ અભિનેત્રી શ્રેયા નારાયણના ભાઈ છે. આ એ જ શ્રેયા છે જેને તમે 'બરફી', 'રોકસ્ટાર' અને 'સાહેબ બીવી ઔર ગેંગસ્ટર' જેવી ફિલ્મોમાં જોઈ ચુક્યા છો.  અભિનેત્રીએ તેના નાના ભાઈને અભિનંદન આપતી એક પોસ્ટ શેર કરી છે. શ્રેયાએ લખ્યું, 'આજનો દિવસ અમારા પરિવાર માટે સૌથી મોટો દિવસ છે. 20 વર્ષનું બલિદાન આખરે ફળ્યું છે. અમારા દાદા દાદી જ્યાં પણ હશે, તેઓ તેમના પૌત્ર કનિષ્ક નારાયણને તેમના સપના પૂરા કરતા જોશે. તેઓ યુકેમાં સૌથી યુવા સાંસદ બન્યા છે. અમે તમારા બધા સાથે આ સમાચાર શેર કરવા માંગીએ છીએ.

GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/GqOMz3yg38e4mJteFUhLY6 

આ સમાચાર શેર કરો