Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Kangana was trolled again due to her performance, people raised slogans against her

કંગના પોતાના નિવેદનને કારણે ફરી થઈ ટ્રોલ, લોકોએ તેના વિરુદ્ધ લગાવ્યા નારા

Timeછેલ્લું અપડેટ : 20 Sept 2025
લાઇવ ટીવીGoogle News
કંગના પોતાના નિવેદનને કારણે ફરી થઈ ટ્રોલ, લોકોએ તેના વિરુદ્ધ લગાવ્યા નારા
સોર્સ : GSTV

કંગના રાજકારણમાં આવ્યા બાદ પણ પોતાના નિવેદનોને કારણે ઘણી વાર ટ્રોલ થતી રહેતી હોય છે. એવામાં ફરી પોતાનાં એક નિવેદન માટે તે વિવાદમાં સપડાઈ છે. કુલ્લુ મનાલીમાં પૂરપ્રકોપનાં 3 સપ્તાહ બાદ તે પોતાના મતવિસ્તારમાં ગઈ હતી. ત્યારે પૂરપીડિતોને આશ્વાસન આપવાને બદલે તેણે પોતાનાં જ દુઃખણાં રોવાનું ચાલુ કરી દીધું હતું.  

App Store

કંગના પોતાના જ દુઃખડા રોવા લાગી

કંગનાએ  મીડિયા સમક્ષ કહ્યું હતું કે, "તમે લોકો તમારી જ તકલીફોની વાત કરો છો પરંતુ મારી તકલીફ પણ સમજો. મારી રેસ્ટોરાંમાં હું મહિને ૧૫ લાખનો પગાર આપું છું પરંતુ મારે ૫૦ રુપિયાનો જ વકરો થયો છે. હું પણ સિંગલ વુમન છું. હું જાણે ઈંગ્લેન્ડની રાણી હોઉં તેવી રીતે મને સવાલો કરવાની જરુર નથી.  કંગનાનો આ વિડીયો ભારે ટ્રોલ થયો હતો." 

લોકોએ કહ્યું કંગના હજુ એક્ટિંગના વહેમમાં જ છે.

અનેક લોકોએ લખ્યું હતું કે, કંગના હજુ પણ પોતે જાણે સંસદસભ્ય પદનો એક ફિલ્મી રોલ જ કરી રહી હોય તેમ વર્તી રહી છે અને તેનામાં એક લોકપ્રતિનિધિ તરીકેની બિલકૂલ સંવેદના નથી. 

લોકોએ લગાવ્યા નારા

બીજી તરફ કંગના બહુ લાંબા સમય બાદ પૂરગ્રસ્તોની ખબર  પૂછવા આવતાં તેની સામે કાળા વાવટા દેખાડાયા હતા અને કંગના ગો બેકના નારા પણ લાગ્યા હતા.