Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Kangana Ranaut's 'Emergency' release date pushed back again

'અમારી ક્વીન દેશની સેવામાં વ્યસ્ત': Kangana Ranautની ફિલ્મ 'ઈમરજન્સી' રીલિઝ ડેટ ફરી એક વખત પાછી ઠેલાઈ 

Timeછેલ્લું અપડેટ : 16 May 2024
લાઇવ ટીવીGoogle News
'અમારી ક્વીન દેશની સેવામાં વ્યસ્ત': Kangana Ranautની ફિલ્મ 'ઈમરજન્સી' રીલિઝ ડેટ ફરી એક વખત પાછી ઠેલાઈ 

દર્શકો લાંબા સમયથી Kangana Ranautની ફિલ્મ ઈમરજન્સીની રાહ જોઈ રહ્યા છે. કંગના આ ફિલ્મમાં ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી રહી છે અને તેણે આ ફિલ્મનું નિર્દેશન પણ કર્યું છે, પરંતુ લાગે છે કે ચાહકોની રાહ હજુ પૂરી થઈ રહી નથી. કંગનાની ફિલ્મની રીલીઝ ફરી એકવાર પાછી ઠેલાઈ છે.  નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે ફિલ્મ 14 જૂન, 2024 ના રોજ રિલીઝ થશે નહીં. 

App Store

ફિલ્મ કેમ મોકૂફ રાખવામાં આવી?

કંગનાના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી જેમાં લખ્યું છે કે, અમારી ક્વીન Kangana Ranautને જે પ્રેમ મળી રહ્યો છે તેનાથી અમારું દિલ ભરાઈ ગયું છે. હવે તે દેશ પ્રત્યેની પોતાની ફરજ નિભાવી રહી હોવાથી ફિલ્મ 'ઈમરજન્સી'ની રિલીઝ મોકૂફ રાખવામાં આવી રહી છે. અમે તમને વચન આપીએ છીએ કે ટૂંક સમયમાં તમને નવી રિલીઝ તારીખનું અપડેટ મળશે. 

ઉલ્લેખનીય છે કે, હાલમાં Kangana Ranaut મંડીથી લોકસભા ચૂંટણી લડી રહી છે. અને તે પ્રચારકાર્યમાં ખૂબ જ વ્યસ્ત છે અને તેના કારણે તે ફિલ્મના કામ કે પ્રમોશનમાં ભાગ લઈ શકશે નહીં.
 
ફિલ્મ ત્રીજી વખત મુલતવી

આ ત્રીજી વખત છે જ્યારે 'ઈમરજન્સી' સ્થગિત કરવામાં આવી છે. અગાઉ આ ફિલ્મ ઓક્ટોબર 2023માં રિલીઝ થવાની હતી. આ પછી, ફિલ્મને 24 નવેમ્બર 2023 ના રોજ રિલીઝ કરવાની યોજના બનાવવામાં આવી હતી જેથી કરીને ફિલ્મ 'ગણપત' સાથે કોઈ ટક્કર ન થાય. આ પછી, ફિલ્મની રિલીઝ ડેટ 14મી જૂન કરવામાં આવી હતી. પરંતુ હવે ફરીથી તારીખ ટાળવામાં આવી છે.

ફિલ્મ 'ઈમરજન્સી'ની વાત કરીએ તો તેની જાહેરાત કંગનાએ વર્ષ 2021માં કરી હતી. કંગનાએ કહ્યું કે આ ઈન્દિરા ગાંધીની બાયોપિક નથી પરંતુ પોલિટિકલ ડ્રામા ફિલ્મ છે. કંગના ઉપરાંત આ ફિલ્મમાં અનુપમ ખેર, મિલિંદ સોમન, મહિમા ચૌધરી અને શ્રેયસ તલપડે પણ છે.