મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

પહેલા ટોણો માર્યો પછી કહ્યું 'સિંહણ', વિનેશ માટે ખૂબ જ ઝડપથી બદલાયો કંગનાનો સૂર; પોસ્ટ વાયરલ

મંગળવારે કુસ્તીબાજ વિનેશ ફોગાટે ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો અને રેકોર્ડ બનાવ્યો

પહેલા ટોણો માર્યો પછી કહ્યું 'સિંહણ', વિનેશ માટે ખૂબ જ ઝડપથી બદલાયો કંગનાનો સૂર; પોસ્ટ વાયરલ

મંગળવારે કુસ્તીબાજ વિનેશ ફોગાટે ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો અને રેકોર્ડ બનાવ્યો અને ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની. જોકે, વધુ વજનના કારણે તેને પેરિસ ઓલિમ્પિક 2024 માટે ડિસક્વોલિફાય કરવામાં આવી હતી, ત્યારે દેશના લોકોએ વિનેશ ફોગાટને સમર્થન આપ્યું હતું. આ દરમિયાન અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી કંગના રણૌતે પણ વિનેશ ફોગાટને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.

જોકે, આ પહેલા તેણે વિનેશ ફોગાટ પર કટાક્ષ કર્યો હતો, જેની પોસ્ટ થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી, જેમાં તેણે મોદી સરકાર વિરુદ્ધ ધરણા પર બેસવા અને તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા બદલ વિનેશ ફોગાટની ઝાટકણી કાઢી હતી. જે બાદ કંગનાનો સ્વર ખૂબ જ ઝડપથી બદલાઈ ગયો અને હવે તેણે વિનેશ ફોગટને સિંહણ કહી દીધી છે. હાલમાં જ કંગનાએ તેના ઈન્સ્ટાગ્રામ પર વિનેશ ફોગાટની બે તસવીરો શેર કરી છે, જેમાંથી એક ખૂબ જ ભાવુક છે.

કંગના વિનેશ ફોગાટના સમર્થનમાં આવી

જ્યારે બીજી તસવીરમાં વિનેશ હોસ્પિટલમાં જોવા મળી રહી છે, જેની સાથે કંગનાએ કેપ્શનમાં વિનેશને 'સિંહણ' કહી છે. પહેલી તસવીરમાં વિનેશનો ગ્રાફિક ફોટો છે, જેની સાથે એક ઈમોશનલ નોટ લખવામાં આવી છે, 'વિનેશ રડો નહીં, આખો દેશ તમારી સાથે ઉભો છે'. આ ફોટામાં વિનેશ કુશ્તીના મેદાનમાં બેઠેલી જોવા મળી રહી છે, જે ખૂબ જ દુઃખી છે અને આખો દેશ તેને સાંત્વના આપી રહ્યો છે. અગાઉ, કંગનાએ ફોગાટની ક્યુબાના યુસ્નેલિસ ગુઝમેન લોપેઝ સામે 5-0ની શાનદાર જીતની ઉજવણી કરી હતી અને તેના પર પણ કટાક્ષ કર્યો હતો.

પહેલા માર્યો હતો ટોણો

વિનેશ ફોગાટના પેરિસ ઓલિમ્પિક 2024માંથી ડિસક્વોલિફાય થયા પછી, કંગના રણૌતે તેના પર કટાક્ષ કર્યો હતો. કંગનાની તે પોસ્ટ ખૂબ વાયરલ થઈ હતી, જેના કારણે તે સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ થઈ હતી. કંગનાએ કહ્યું હતું કે, 'ભારતના પહેલા ગોલ્ડ મેડલ માટે અભિનંદન... વિનેશ ફોગાટે એક વખત વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો, જ્યાં તેણે 'મોદી, તુમ્હારી કબર ખુદેગી'ના નારા લગાવ્યા હતા. છતાં તેને દેશનું પ્રતિનિધિત્વ કરવાની અને શ્રેષ્ઠ તાલીમ, કોચ અને સુવિધાઓ પ્રાપ્ત કરવાની તક આપવામાં આવી. આ લોકશાહીની સુંદરતા અને મહાન નેતાની નિશાની છે.’

આ સમાચાર શેર કરો