મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

વેચાઈ ગયો કંગના રણૌતનો આલીશાન બંગલો, 4 વર્ષ પહેલા ચાલ્યું હતું બુલડોઝર

બોલિવૂડ અભિનેત્રી અને બીજેપી સાંસદ કંગના રણૌત તેની મચઅવેટેડ ફિલ્મ ‘

વેચાઈ ગયો કંગના રણૌતનો આલીશાન બંગલો, 4 વર્ષ પહેલા ચાલ્યું હતું બુલડોઝર

બોલિવૂડ અભિનેત્રી અને બીજેપી સાંસદ કંગના રણૌત તેની મચઅવેટેડ ફિલ્મ ‘ઈમરજન્સી’ માટે લાંબા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની હતી, પરંતુ ટ્રેલ રિલીઝ થયા બાદ આ ફિલ્મ વિવાદમાં આવી ગઈ હતી, જેના કારણે તેની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માગ ઉઠી હતી. એટલું જ નહીં, ફિલ્મને આપવામાં આવતું સર્ટિફિકેટ પણ રોકી દેવામાં આવ્યું હતું, જે હવે ફિલ્મને મળી ગયું છે અને ટૂંક સમયમાં તેની નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવશે.

આ દરમિયાન કંગના રણૌત સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. કંગનાએ હાલમાં જ બાંદ્રા પાલી હિલમાં પોતાનો આલીશાન બંગલો વેચ્યો છે. ચાર વર્ષ પહેલા 2020માં કંગનાના આ જ બંગલા પર BMCનું બુલડોઝર પણ ચાલ્યું હતું. ગયા મહિને 'કોડ એસ્ટેટ' નામના યુટ્યુબ પેજએ એક વીડિયો અપલોડ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, એક પ્રોડક્શન હાઉસની ઓફિસ વેચાણ માટે છે. જોકે, તે પ્રોડક્શન હાઉસ અને તેના માલિકનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ વીડિયોમાં એવું લાગી રહ્યું હતું કે તે કંગનાની ઓફિસ છે.

કંગના રણૌતે પોતાનો આલીશાન બંગલો વેચ્યો

ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે પણ કોમેન્ટમાં અનુમાન લગાવ્યું હતું કે, આ ઓફિસ માત્ર કંગનાની જ હોઈ શકે છે. અપલોડ કરાયેલા વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે કંગના રણૌતનો બંગલો અને તેની આસપાસનો વિસ્તાર મળીને 285 ચોરસ મીટર છે. તેનો બંગલો 3,042 ચોરસ ફૂટનો છે અને 500 ચોરસ ફૂટનું પાર્કિંગ પણ છે. આ બંગલામાં બે માળ છે અને તેની કિંમત 40 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. પરંતુ આ બંગલો 32 કરોડ રૂપિયામાં વેચાયો છે, જેના કારણે કંગનાને 8 કરોડ રૂપિયાનું સીધું નુકસાન થયું છે. આવી સ્થિતિમાં હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે કંગનાએ આટલી મોટી ખોટ સાથે બંગલો કેમ વેચ્યો?

આ બંગલા પર 4 વર્ષ પહેલા ચાલ્યું હતું બુલડોઝર 

એટલું જ નહીં, આ કંગનાનો એ જ બંગલો છે જેના પર 4 વર્ષ પહેલા વર્ષ 2020માં BMCનું બુલડોઝર ચાલ્યું હતું. BMC દ્વારા કંગના રણૌતની ઓફિસના કેટલાક ભાગોને ગેરકાયદે બાંધકામનો હવાલો આપીને તોડી પાડવામાં આવ્યો હતો. બોમ્બે હાઈકોર્ટના સ્ટે ઓર્ડરને કારણે 9 સપ્ટેમ્બરના રોજ મકાન તોડવાની કામગીરી અટકાવી દેવામાં આવી હતી. કંગનાએ BMC વિરુદ્ધ કેસ દાખલ કર્યો અને વળતર તરીકે 2 કરોડ રૂપિયાની માગણી કરી. પરંતુ મે 2023માં તેણે વળતરની અરજી પાછી ખેંચી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, કંગનાએ આ બંગલો 2017માં ખરીદ્યો હતો અને તેને તમિલનાડુના કોઈમ્બતુરમાં રહેતી કમલિની હોલ્ડિંગ્સની પાર્ટનર શ્વેતા બથીજાએ ખરીદ્યો હતો.

આ સમાચાર શેર કરો