કંગના રણૌતની ‘ઈમરજન્સી’ને મળ્યું ગ્રીન સિગ્નલ, 3 કટ અને 10 ફેરફારો સાથે રિલીઝ થશે ફિલ્મ
એક્ટ્રેસમાંથી સાંસદ બનેલી કંગના રણૌત તેની મચઅવેટેડ અપકમિંગ ફિ

એક્ટ્રેસમાંથી સાંસદ બનેલી કંગના રણૌત તેની મચઅવેટેડ અપકમિંગ ફિલ્મ ‘ઈમરજન્સી’ માટે લાંબા સમયથી ચર્ચામાં છે. રિલીઝ પહેલા જ ફિલ્મના ટ્રેલરને લઈને ઘણો વિવાદ થયો હતો. જ્યાં કેટલીક પાર્ટીઓના નેતાઓએ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી હતી. આટલું જ નહીં, કંગનાએ પોતે એક વીડિયો શેર કરીને કહ્યું હતું કે, CBFC દ્વારા તેની ફિલ્મને આપવામાં આવેલ સર્ટિફિકેટ રોકી દેવામાં આવ્યું છે, જેના કારણે ફિલ્મ સમયસર રિલીઝ થઈ શકી નથી.
હવે કંગનાના ફેન્સ માટે સારા સમાચાર છે. કંગનાની ફિલ્મ ‘ઈમરજન્સી’ને CBFC તરફથી રિલીઝ માટે ગ્રીન સિગ્નલ મળી ગયું છે. હા, કંગનાની ફિલ્મને CBFC તરફથી UA સર્ટિફિકેટ મળ્યું છે. વિવાદોને કારણે, કંગનાની ફિલ્મ ‘ઈમરજન્સી’ની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી, જે અગાઉ 6 સપ્ટેમ્બરે થિયેટરમાં આવવાની હતી, પરંતુ હવે સેન્સર બોર્ડે તેમાં કેટલાક કટ અને ફેરફારો કર્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)એ ફિલ્મને 'UA' પ્રમાણપત્ર આપ્યું છે, પરંતુ તેમાં 3 કટ અને કુલ 10 ફેરફાર કરવામાં આવ્યા છે.
કંગનાની ‘ઈમરજન્સી’ને મળ્યું ગ્રીન સિગ્નલ
સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશને કંગનાની ફિલ્મ ‘ઈમરજન્સી’ના નિર્માતાઓ પાસે વિવાદાસ્પદ ઐતિહાસિક નિવેદનોના સોર્સ માગ્યા છે, જેમાં ભારતીય મહિલાઓ વિશે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનની અપમાનજનક ટિપ્પણી અને વિન્સ્ટન ચર્ચિલ દ્વારા ભારતીયોને 'સસલાની જેમ ઉછેર કરવાવાળઆ' કહેવાની ટિપ્પણીનો સમાવેશ થાય છે. નિર્માતાઓએ આ બંને નિવેદનોનો સોર્સ CBFCને આપવો પડશે. નિર્માતાઓએ જુલાઈમાં ફિલ્મને સર્ટિફિકેશન માટે સબમિટ કરી હતી અને 8 ઓગસ્ટે CBFCએ ફિલ્મમાં 3 કટ અને 10 ફેરફાર કરવા કહ્યું હતું.
3 કટ અને 10 ફેરફારો બાદ રિલીઝ થશે ફિલ્મ
CBFCએ મણિકર્ણિકા ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડને પત્ર મોકલ્યો હતો જેમાં 'UA' પ્રમાણપત્ર માટે 10 જરૂરી ફેરફારોની યાદી આપવામાં આવી હતી. બોર્ડે સૂચન કર્યું કે, ફિલ્મમાં જે દ્રશ્યમાં પાકિસ્તાની સૈનિકો બાંગ્લાદેશી શરણાર્થીઓ પર હુમલો કરે છે તેને હટાવી દેવામાં આવે અથવા બદલવામાં આવે. ખાસ કરીને જ્યાં એક સૈનિક નવજાત બાળક અને ત્રણ મહિલાઓનું માથું કાપી નાખે છે. CBFCના 8 ઓગસ્ટના પત્ર બાદ સૂત્રોના જણાવ્યા અનુસાર, ફિલ્મ નિર્માતાઓએ 14 ઓગસ્ટના રોજ જવાબ આપ્યો હતો અને તે જ દિવસે ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કર્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મ નિર્માતાઓ એક કટ સિવાય તમામ ફેરફારો માટે સંમત થયા છે.






