'ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું...', કંગનાએ સાંસદ બન્યા બાદ રાજકારણને લઈને કહી આ વાત
કંગના રણૌત 2024ની લોકસભા ચૂંટણી જીત્યા બાદથી સતત ચર્ચામાં છે. પહેલા થપ્પડ સ્કેન્ડલ અને હવે કંગના રણૌ

કંગના રણૌત 2024ની લોકસભા ચૂંટણી જીત્યા બાદથી સતત ચર્ચામાં છે. પહેલા થપ્પડ સ્કેન્ડલ અને હવે કંગના રણૌત તેના નવા ઈન્ટરવ્યૂ માટે ચર્ચામાં છે. કંગના રણૌતે તાજેતરમાં એક પોડકાસ્ટ સાથે વાત કરી હતી, જ્યાં તેણે તેની રાજકીય કારકિર્દી વિશે ઘણી વાતો કહી હતી. કંગનાએ એ પણ જણાવ્યું કે, તેને તેની પહેલી ફિલ્મ ગેંગસ્ટર બાદ જ રાજકારણમાં જોડાવાની ઓફર મળવા લાગી હતી.
પહેલી ફિલ્મ પછી ડ મળવા લાગી રાજકારણમાં જોડાવાની ઓફર!
કંગના રણૌતે તાજેતરમાં 'ધ હિમાચલ પોડકાસ્ટ' સાથે વાત કરી હતી. જ્યાં કંગનાએ કહ્યું- 'આ પહેલીવાર નથી જ્યારે મને રાજકારણમાં જોડાવા માટે સંપર્ક કરવામાં આવ્યો હોય, મને આ પહેલા પણ ઘણી વખત ઓફર મળી છે. ગેંગસ્ટર પછી જ મને ટિકિટ ઓફર કરવામાં આવી હતી. મારા પરદાદા ત્રણ ટર્મથી ધારાસભ્ય રહ્યા છે. તેથી જ્યારે તમે આવા પરિવારમાંથી આવો છો અને થોડી સફળતાનો સ્વાદ ચાખ્યો હોય, ત્યારે સ્થાનિક નેતાઓ તમારો સંપર્ક કરે છે. આ ખૂબ જ સામાન્ય છે. મારા પિતાને પણ ઓફર મળી હતી. એસિડ એટેક પછી મારી બહેનને પણ રાજકારણમાં જોડાવાની ઓફર મળી હતી. તેથી અમારા માટે રાજકીય ઓફર મળવી એ મોટી વાત નથી.
રાજકારણ કરતાં ફિલ્મોમાં કામ કરવું સહેલું!
કંગના રણૌતે પોડકાસ્ટમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે પણ વાત કરી છે. કંગનાએ કહ્યું- 'હું એવી વ્યક્તિ છું જે પેશનને ફોલો કરે છે. જો તમે મને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોશો તો હું એક અભિનેતા, લેખક, દિગ્દર્શક અને નિર્માતા છું. અને હવે મારી રાજકીય કારકિર્દી છે, જો મારે અહીંના લોકો સાથે રહેવું હોય તો હું તેની સાથે આગળ વધીશ. જોકે, હું એ વાતનો ઇન્કાર નહીં કરું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવું એ રાજકારણમાં કામ કરતાં વધુ સરળ છે. રાજકારણમાં ઘણી મહેનત કરવી પડે છે. તે ડૉક્ટરોની જેમ મુશ્કેલ જીવન છે, જેમાં માત્ર મુશ્કેલીમાં મુકાયેલા લોકો જ તમને મળવા આવે છે. જ્યારે તમે મૂવી જોવા જાઓ છો, ત્યારે તમે હળવા થાઓ છો. પણ રાજકારણમાં એવું નથી...'






