કંગનાની ફિલ્મ 'ઇમરજન્સી'ને નથી મળ્યું સેન્સર સર્ટિફિકેટ, એક્ટ્રેસને મળી રહી છે જીવથી મારી નાખવાની ધમકી
કંગના રનૌતની અપકમિંગ ફિલ્મ 'ઇમરજન્સી'ની રિલીઝ પર રોક લગાવી દેવામાં આવી છે. CBFC (સેન્ટ્રલ બોર

કંગના રનૌતની અપકમિંગ ફિલ્મ 'ઇમરજન્સી'ની રિલીઝ પર રોક લગાવી દેવામાં આવી છે. CBFC (સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન) ફિલ્મને ક્લિયર કરી દીધુ હતું પરંતુ બાદમાં સર્ટિફિકેશન પર રોક લગાવી દેવામાં આવી છે.
આવું એટલા માટે થયું કારણ કે કંગનાને જીવથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. સેન્સરબોર્ડને પણ ધમકીઓ મળી રહી છે. કંગનાએ કહ્યું કે, અમારી ઉપર પ્રેશર છે કે ઇન્દિરા ગાંધીની હત્યા ન બતાવો, ભિંડરાવાલાને ન બતાવો, પંજાબમાં રમખાણ ના બતાવો. મને નથી ખબર કે પછી શું બતાવીયે.ખબર નથી પડતી કે શું થયું કે અચાનક ફિલ્મને બ્લેકઆઉટ કરી દેવામાં આવી. દેશમાં જે સ્થિતિ છે તેને જોઇને મને ઘણુ ખરાબ લાગી રહ્યું છે.
કંગના રનૌતે શું કહ્યું?
કંગના રનૌતે એક વીડિયો શેર કરતા જણાવ્યું, 'CBFCમાં તેની ફિલ્મ ક્લિયર થયા છતા સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયા પર રોક લગાવી દેવામાં આવી છે. એક્ટ્રેસે કહ્યું, કેટલીક અફવાઓ ઉડી રહી છે કે અમારી ફિલ્મ ઇમરજન્સીને સેન્સર સર્ટિફિકેટ મળી ગયું છે, આ સત્ય નથી. અસલમાં અમારી ફિલ્મ ક્લિયર થઇ ગઇ હતી પરંતુ તેનું સર્ટિફિકેટ રોકી લેવામાં આવ્યું છે કારણ કે મને અને સેન્સરવાળાઓને જીવથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.'








