મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'કલ્કિ 2898 એડી' ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર 7મી ફિલ્મ બની, સની દેઓલની ફિલ્મને પછાડી

પ્રભાસ અને દીપિકાની ફિલ્મ 'કલ્કિ 2898 એડી'એ ભારતમાં 500 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. ત્યારે

'કલ્કિ 2898 એડી' ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર 7મી ફિલ્મ બની, સની દેઓલની ફિલ્મને પછાડી

પ્રભાસ અને દીપિકાની ફિલ્મ 'કલ્કિ 2898 એડી'એ ભારતમાં 500 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે 'કલ્કિ 2898 એડી' સની દેઓલની 'ગદર 2'ને કમાણીના મામલે પછાડીને ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર 7મી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં ઘરેલુ બોક્સ ઓફિસ પર 525.95 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જ્યારે 'ગદર 2'એ 525.7 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. તમને જણાવી દઈએ કે, પ્રભાસની આ ફિલ્મ 27 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

ઘરેલુ બોક્સ ઓફિસ પર 525.95 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું

સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, 'કલ્કિ 2898 એડી'એ સોમવારે 10.4 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જ્યારે  મંગળવાર એટલે કે 13મા દિવસે શરૂઆતના આંકડા સામે આવ્યા છે. જે મુજબ 'કલ્કી 2898 એડી'એ 5.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે પ્રભાસની ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર કુલ 525.95 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

વિશ્વભરમાં 1000 કરોડથી વધુ કમાણી કરી 

નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત ફિલ્મ 'કલ્કી 2898 એડી'માં પ્રભાસ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ભારતની સાથે સાથે વિશ્વભરમાં ધૂમ મચાવી રહી છે. ભારતીય બોક્સ ઓફિસ કમાણીના 525 કરોડની સાથે આ ફિલ્મે વિશ્વભરમાં રૂ. 1000 કરોડથી વધુની કમાણી કરી છે.

પ્રભાસ સિવાય આ અભિનેતાએ ભજવી છે મહત્ત્વની ભૂમિકા

ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, દિશા પટણી, કમલ હાસન અને અન્ના બેન પણ મહત્ત્વની ભૂમિકામાં છે. આ ઉપરાંત વિજય દેવેરાકોંડા અને દુલકર સલમાનના કેમિયો પણ છે.

આ સમાચાર શેર કરો