મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

કલાસ્મૃતિ દ્વારા નિ:શુલ્ક ડિરેક્શન વર્કશોપનું આયોજન, વિદ્યાર્થીઓને ભાગ લેવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કર્યો પરિપત્ર

આ ડિરેક્ટર વર્કશોપમાં રાષ્ટ્રીય કક્ષાએ જાણીતા નાટ્યકારો સંજય ગોરડિયા, સૌમ્ય જોશી, રાજુ બારોટ અને વિરલ રાચ્છ

કલાસ્મૃતિ દ્વારા નિ:શુલ્ક ડિરેક્શન વર્કશોપનું આયોજન, વિદ્યાર્થીઓને ભાગ લેવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કર્યો પરિપત્ર

આ ડિરેક્ટર વર્કશોપમાં રાષ્ટ્રીય કક્ષાએ જાણીતા નાટ્યકારો સંજય ગોરડિયા, સૌમ્ય જોશી, રાજુ બારોટ અને વિરલ રાચ્છ વિદ્યાર્થીઓને દિગ્દર્શનની કળા શીખવશે

ગુજરાત સમાચાર ટ્રસ્ટ અને GSTV દ્વારા છેલ્લા 36 વર્ષથી અખિલ ગુજરાત એકાંકી નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. 2025ની નાટ્યસ્પર્ધા જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાવા જઈ રહી છે. 

ઉપરોક્ત સ્પર્ધામાં ભાગ લેવા યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે એ હેતુસર ગુજરાત સમાચાર પ્રેરિત પ્રકલ્પ કલાસ્મૃતિ (SSCC - સ્મૃતિ શાહ કલ્ચરલ સેન્ટર) દ્વારા 27-28-29 ડિસેમ્બર, 2024 દરમિયાન અમદાવાદ ખાતે એક નિ:શુલ્ક ડિરેક્ટર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ છે.

દરરોજ સાંજે 6થી 10 વાગ્યા દરમિયાન યોજાનારી આ નાટ્યશિબિરમાં નાટ્ય-દિગ્દર્શનમાં રસ ધરાવતા કોલેજના  વિદ્યાર્થીઓને મોકલવા આચાર્ય અને સંચાલકોને હાર્દિક આમંત્રણ છે. આ શિબિર માટેનું રજિસ્ટ્રેશન વિદ્યાર્થીઓની સંખ્યા સાથે ફોન નંબર 6357936893 પર કરાવવું અનિવાર્ય છે. 

વિદ્યાર્થીઓ પોતે પણ અહીં ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરી શકે છે.

સૌરાષ્ટ્ર યુનિ.એ સંલગ્ન તમામ કોલેજોના આચાર્યોને આ અખિલ ગુજરાત આંતરકોલેજ એકાંકી સ્પર્ધા અને ડિરેક્ટર વર્કશોપમાં ભાગ લેવા માટે પરિપત્ર કરીને પણ જાણ કરી છે. 

આ સમાચાર શેર કરો