મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'Thank god, અપુન કે અન્ડરવિયર કા નામ 'Dollar' હૈ', ડોલર સામે રૂપિયો નબળો પડતા અભિનેત્રીનું ટ્વિટ વાયરલ

ડોલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે. તે અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. ટ્વિટર પર

'Thank god, અપુન કે અન્ડરવિયર કા નામ 'Dollar' હૈ', ડોલર સામે રૂપિયો નબળો પડતા અભિનેત્રીનું ટ્વિટ વાયરલ

ડોલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે. તે અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. ટ્વિટર પર આ અંગે ઘણા ફિલ્મ સ્ટાર્સની જૂની ટ્વિટ વાયરલ થઈ રહી છે. કારણ કે 2012 અને 2013 વચ્ચે તેમણે રૂપિયાના ઘટતા મૂલ્ય અંગે ટ્વિટ કરીને તત્કાલિન સરકારને ઘેરી હતી. 

વર્ષ 2013ની વાત છે. અભિનેત્રી જુહી ચાવલાએ 21 ઓગસ્ટે ટ્વિટ કરી હતી. અને લખ્યું- "થેંક ગોડ, અન્ડરવેરનું નામ 'ડોલર' છે, જો રૂપિયો હોત તો વારંવાર ઉતરી જાત." જોકે હવે તેણે આ ટ્વિટ ડિલીટ કરી દીધું છે.

આ જ મુદ્દે જુહી ચાવલાએ બીજી એક ટ્વિટ પણ કરી હતી. રક્ષાબંધનની શુભેચ્છા પાઠવતા તેણે લખ્યું- "રૂપિયાને બચાવવાનો એક જ રસ્તો છે. તેણે ડોલરને રાખડી બાંધવી જોઈએ અને તેને રક્ષા કરવાનું કહેવુ જોઈએ. હેપ્પી રક્ષાબંધન!"

આ સમાચાર શેર કરો