મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

શાહરુખ ખાનને મળ્યા બાદ જોન સીનાની ખુશીનો પાર ન રહ્યો, પોસ્ટ શેર કરી કર્યો મોટા રહસ્યનો ખુલાસો

WWE રેસલર અને એક્ટર જોન સીનાએ બિઝનેસ ટાયકૂન મુક

શાહરુખ ખાનને મળ્યા બાદ જોન સીનાની ખુશીનો પાર ન રહ્યો, પોસ્ટ શેર કરી કર્યો મોટા રહસ્યનો ખુલાસો

WWE રેસલર અને એક્ટર જોન સીનાએ બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંતના લગ્નમાં પણ હાજરી આપી હતી. જોન સીનાએ આખો દિવસ મુંબઈમાં વિતાવ્યો અને અનંત-રાધિકાના લગ્ન સમારોહને માણીને પોતાના ઘરે પરત ફર્યો. ઘરે પરત ફર્યા બાદ જોન સીનાએ સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે શાહરૂખ ખાન સાથેનો ફોટો શેર કર્યો છે. જોન સીનાએ ફોટો સાથે એક પોસ્ટ પણ લખી છે, જેમાં તેણે શાહરૂખ ખાનની તેના જીવન પરની સકારાત્મક અસરનો ઉલ્લેખ કર્યો છે.

જોન સીનાએ શાહરૂખ ખાન સાથેનો ફોટો શેર કર્યો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાંથી પાછા ફર્યા બાદ જોન સીનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે લખ્યું છે, ‘હું અંબાણી પરિવારની હૂંફ અને આતિથ્ય માટે આભારી છું. આ અનુભવ ક્યારેય ભૂલી શકાશે નહીં. આ સમય દરમિયાન મને અસંખ્ય મિત્રો સાથે જોડાવાનો મોકો મળ્યો. આમાં એ પણ સામેલ છે કે, હું શાહરૂખ ખાનને મળ્યો અને તેને અંગત રીતે કહી શક્યો કે તેણે મારા જીવન પર કેટલી સકારાત્મક અસર કરી છે.

જોન સીનાએ અનંત અંબાણીના લગ્નની ખૂબ મજા માણી

જોન સીનાએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની મજા માણી હતી. બોલિવૂડ સેલેબ્સ સાથે ડાન્સ કરતા જોન સીનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં WWE સુપરસ્ટાર્સ ક્યારેક અનંત અંબાણી, અનિલ કપૂર તો ક્યારેક રણવીર સિંહ સાથે હિન્દી ગીતો પર ડાન્સ કરતા જોવા મળે છે. જોન સીનાએ અનંત-રાધિકાના લગ્નમાં પરંપરાગત પોશાક પહેર્યા હતા. રેડ કાર્પેટ દરમિયાન તે સ્કાય બ્લુ કલરના બ્લેઝર અને વ્હાઇટ પેન્ટમાં જોવા મળ્યો હતો, જ્યાં તેણે મીડિયા સામે હાથ જોડીને પોઝ પણ આપ્યા હતા.

આ સમાચાર શેર કરો