Bigg Boss OTT 3: અરમાન-કૃતિકાની વાયરલ ક્લિપ પર Jio સિનેમાએ આપવી પડી સ્પષ્ટતા, કહ્યું...
થોડા દિવસો પહેલા બિગ બોસ ઓટીટી 3માં એક ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં અરમાન મલિક અને કૃતિકા ઈન્ટિમેટ થતા

થોડા દિવસો પહેલા બિગ બોસ ઓટીટી 3માં એક ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં અરમાન મલિક અને કૃતિકા ઈન્ટિમેટ થતા જોવા મળ્યા હતા. આ વીડિયો જોયા બાદ પાયલ મલિકે પહેલા જ કહ્યું હતું કે, આ ફેક વીડિયો છે. જોકે, આ પછી પણ શિવસેનાના ધારાસભ્ય મનીષા કાયંદેએ આ શોના અરમાનની ધરપકડ કરવાની અને શોમાં અશ્લીલ સામગ્રી દર્શાવવા સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. હવે મામલો વધતો જોઈને જિયો સિનેમાએ આ અંગે સ્પષ્ટતા આપી છે.
ફેક છે વાયરલ ક્લિપ
Jio સિનેમાએ આ વીડિયો અને આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે, આ વીડિયો નકલી છે અને તેની સાથે છેડછાડ કરવામાં આવી છે. જિયો સિનેમાનું કહેવું છે કે આવું કરનારાઓ સામે એક્શન લેવામાં આવશે અને તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. Jio સિનેમાના પ્રવક્તા કહે છે, 'અમારા પ્લેટફોર્મ પર પ્રસારિત થતી તમામ સામગ્રીની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે ઘણી માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવે છે. બિગ બોસ ઓટીટીમાં એવી કોઈ સામગ્રી ન હતી જે જિયો સિનેમા પર સ્ટ્રીમ થઈ રહી છે.
બિગ બોસની ઈમેજ ખરાબ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે
તેણે વધુમાં કહ્યું કે, ‘વાયરલ ક્લિપ સાથે છેડછાડ કરવામાં આવી છે અને તે બધી નકલી છે. અમે Jio સિનેમા પ્લેટફોર્મ પર દર્શકોની અખંડિતતા અને વિશ્વાસ જાળવવા માટે પ્રતિબદ્ધ છીએ. આવી કોઈ નકલી ક્લિપ વાયરલ કરવી એ ચિંતાનો વિષય છે. અમારી ટીમ આની પાછળ કોણ છે તે શોધવાનો પ્રયાસ કરી રહી છે. બિગ બોસ ઓટીટીની છબિ ખરાબ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.’
શિવસેનાના પ્રવક્તાએ કાર્યવાહી કરવાની કરી માગ
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા અરમાન અને કૃતિકાની વાયરલ ક્લિપમાં બંને ઈન્ટિમેટ થતા જોવા મળ્યા હતા. આ પછી શિવસેનાના પ્રવક્તા, સેક્રેટરી અને ધારાસભ્ય મનીષા કાયંદેએ ANI સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આમાં યુટ્યુબરે અશ્લીલતાની તમામ હદો વટાવી દીધી છે. વીડિયોમાં જે પણ દેખાડવામાં આવ્યું છે, તેની સામે કાર્યવાહી કરવાની માગ કરતો પત્ર પોલીસને મોકલવામાં આવ્યો છે. આ સિવાય તેણે શોના સીઈઓ અને ઈન્ફ્લુઆન્સર સામે ધરપકડની માગ કરવા જેવી વાતો પણ કહી હતી.






