જાહ્નવી કપૂરથી પણ આગળ નીકળી ખુશી કપૂર, ખરીદી 2.5 કરોડની કાર, કરિયરમાં માત્ર કરી છે 1 ફિલ્મ
અભિનેત્રી ખુશી કપૂરે આ વર્ષે અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. જાહ્નવી કપૂરન

અભિનેત્રી ખુશી કપૂરે આ વર્ષે અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. જાહ્નવી કપૂરની નાની બહેને 2.5 કરોડ રૂપિયામાં તેની પસંદગીની કાર ખરીદી છે. રવિવારે, પેપ્સે ખુશી કપૂરને નવી ચમકતી કારમાં બેઠેલી જોઈ. જોકે, કપૂર પરિવારમાં ઘણી કાર છે, પરંતુ હવે ખુશી કપૂરે પોતાની પસંદગીની લક્ઝરી કારને ગેરેજમાં સામેલ કરી છે. ચાલો તમને બતાવીએ તેમની કારની એક ઝલક. પેપ્સે વીડિયો શેર કર્યો છે. જ્યાં ખુશી કપૂર તેની લાલ ચમકતી કારમાં જોવા મળી રહી છે. તેણે Mercedes Benz G 400d ખરીદી છે. આ કારની કિંમત 2.55 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે, ખુશીએ આ કાર જાન્યુઆરીમાં ખરીદી હતી, જેની હવે ડિલીવરી થઈ છે. ફેન્સ પણ તેને અભિનંદન આપી રહ્યા છે.
ખુશી કપૂરે કાર ખરીદી
ખુશી કપૂરનો આ વીડિયો જોયા બાદ યુઝર્સ તરફથી ઘણી કોમેન્ટ્સ આવી છે. કેટલાક તેને અભિનંદન આપી રહ્યા છે તો કેટલાક તેની પસંદગીના વખાણ કરી રહ્યા છે. ફેન્સે કહ્યું કે, ખુશીની પસંદગી અદભુત છે તો કોઈએ કહ્યું કે, આટલી મોંઘી કારમાં બેસવાની મજા જ કંઈક અનેરી છે.
જાહ્નવી અને ખુશીનું બોન્ડ
ખુશી કપૂર જાહ્નવી કપૂરની નાની બહેન છે. બંનેની માતા શ્રીદેવી હવે આ દુનિયામાં નથી. પરંતુ બંને હંમેશા એકબીજાને સપોર્ટ કરતી હોય છે. જાહ્નવી અને ખુશી થોડા સમય પહેલા અનંત અંબાણીની સગાઈમાં સાથે જોવા મળી હતી. જ્યાં બંનેના રૂમર્ડ બોયફ્રેન્ડ પણ જોવા મળ્યા હતા.
ખુશી કપૂરનું ડેબ્યુ
શ્રીદેવી અને બોની કપૂરની દીકરી ખુશીના કરિયરની વાત કરીએ તો તે પણ તેની માતા અને બહેનની જેમ અભિનેત્રી છે. તેણે ઝોયા અખ્તરની ફિલ્મ 'ધ આર્ચીઝ'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. જ્યાં તે બેટી કૂપરના રોલમાં જોવા મળી હતી. આ નેટફ્લિક્સ ફિલ્મમાં સુહાના ખાન, અગસ્ત્ય નંદા, મિહિર આહુજા, વેદાંગ રૈના જેવા સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા.






