મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'ભીડુ' કહેવાવાળાથી નારાજ જેકી શ્રોફ, ખટખટાવ્યા દિલ્હી હાઈકોર્ટના દરવાજા

અભિનેતા જેકી શ્રોફે પોતાના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોની સુરક્ષા મ

'ભીડુ' કહેવાવાળાથી નારાજ જેકી શ્રોફ, ખટખટાવ્યા દિલ્હી હાઈકોર્ટના દરવાજા

અભિનેતા જેકી શ્રોફે પોતાના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોની સુરક્ષા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમની સંમતિ વિના તેમના નામ, ફોટો, અવાજ અને 'ભીડુ' શબ્દનો ઉપયોગ કરીને વિવિધ સંસ્થાઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ એવા સંગઠનો વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે, જેઓ જેકી શ્રોફની પરવાનગી વિના તેમના નામનો, ફોટો, અવાજ અને 'ભીડુ' શબ્દનો વ્યવસાયિક લાભ માટે કરી રહ્યા છે.

 કોર્ટ ટૂંક સમયમાં આ મામલે પોતાનો ચુકાદો આપશે. જેથી અભિનેતાના પ્રચાર અધિકારોનું રક્ષણ કરી શકાય. આ મામલે આવતીકાલે 14મી મેના રોજ સુનાવણી હાથ ધરાશે.

આ પહેલા પણ ઘણા કલાકારો કોર્ટ પહોંચ્યા

આ પહેલીવાર નથી જ્યારે બોલિવૂડ એક્ટરે પ્રાઈવસી અને પબ્લિસિટી રાઈટ્સ માટે કોર્ટ પાસે મદદ માંગી હોય. અગાઉ, પીઢ અભિનેતા અમિતાભ બચ્ચને મુંબઈ હાઈકોર્ટમાં લોકોને અભિનેતાની નકલ કરતા અને તેમની સંમતિ વિના તેમના અવાજનો ઉપયોગ કરતા રોકવા માટે સંપર્ક કર્યો હતો. બીજી તરફ ગયા વર્ષે અનિલ કપૂરે પણ પોતાના વ્યક્તિત્વના અધિકારોની સુરક્ષા માટે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

આ ઉપરાંત અનિલ કપૂરે આ વર્ષે જાન્યુઆરીમાં આ મામલે કેસ જીત્યો હતો. તેમણે 'ઝાકાસ' શબ્દ, તેમના નામનો વપરાશ, તેમના જેવો અવાજ, તેમના જેવી બોલવાની રીત, છબી, બોડી લેંગ્વેજ, તેમના હાવભાવની સુરક્ષા માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તેમનું કહેવું હતું કે તેને વપરાશ ન થવો જોઈએ.

આ સમાચાર શેર કરો