સફેદ દાઢી અને લાંબા વાળમાં આ એક્ટરને ઓળખવો મુશ્કેલ થયો, જાણો કોણ છે

અવાર નવાર તમને ટીવી અને બોલિવૂડના એવા સ્ટારની તસવીરો અને વીડિયો જોવા મળે છે જેમાં તેમને ક્યારેક ઓળખવા પણ મુશ્કેલ બને છે. 56 વર્ષની ઉંમરમાં જ આ શખ્સ લાંબા સફેદ વાળ અને ટ્રાન્સફોર્મેશન જોઇને ફેન્સ પણ ચોંકી ગયા હતા અને તેને ઓળખવો પણ મુશ્કેલ બન્યો હતો. આ શખ્સ બીજુ કોઇ નહીં પણ ટીવી ઇન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર જેડી મજેઠિયા છે. જેડી મઠેડિયાએ ખીચડી સહિત અનેક ટીવી સીરિયલોમાં કામ કર્યું છે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
ઇંસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ટીવીનો એક જાણીતો સ્ટાર જોવા મળી રહ્યો છે. આ સ્ટાર બીજુ કોઇ નહીં પણ ખિચડીમાં હંસાના ભાઇ બનેલા હિમાંશુનો રોલ કરનાર એક્ટર જેડી મજેઠિયા એટલે કે જમનાદાસ મજેઠિયા છે, જે આ વીડિયોમાં ડિફરન્ટ લૂકમાં જોવા મળી રહ્યા છે. 56 વર્ષની ઉંમરમાં જેડી મજેઠિયા એક વૃદ્ધ માણસ જેવા દેખાઇ રહ્યાં છે.
કોણ છે જેડી મજેઠિયા?
જેડી મજેઠિયાનો જન્મ 5 ફેબ્રુઆરી 1969માં અમદાવાદમાં થયો હતો. તે એક જાણીતા ટીવી એક્ટરની સાથે પ્રોડ્યૂસર અને ડાયરેક્ટર પણ છે. તે ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. જેડી મજેઠિયાએ સારાભાઇ વર્સિસ સારાભાઇ અને ખીચડી જેવા શો કર્યા છે. તે પોતાના કોમેડી રોલ માટે પણ જાણીતા છે. 2011માં ખીચડી ધ મુવીમાં હિમાંશુ સેઠના રૂપમાં જોવા મળેલા જેડી મજેઠિયાને કોમિક રોલમાં બેસ્ટ એક્ટર માટે નોમિનેટ પણ કરવામાં આવી ચુક્યા છે.

