શું શિવ ઠાકરે સાથે લગ્ન કરવા જઈ રહી છે સલમાનની હિરોઈન ડેઈઝી? કહ્યું- 'અમારા બંને વચ્ચે...'
સલમાન ખાનની ફિલ્મ "જય હો"માં લીડ એક્ટ્રેસથી પોતાના કરિયરની શરૂઆત કરનારી ડેઈઝી શાઝનું ઘણાં સમયથ

સલમાન ખાનની ફિલ્મ "જય હો"માં લીડ એક્ટ્રેસથી પોતાના કરિયરની શરૂઆત કરનારી ડેઈઝી શાઝનું ઘણાં સમયથી શિવ ઠાકરે સાથે નામ જોડવામાં આવે છે. આમ તો બંને જણા ઘણી વખત આ સમાચારને ખોટા બતાવી ચૂક્યા છે પરંતુ હવે એવા સમાચાર છે કે બંને જણા લગ્ન કરવા જઈ રહ્યા છે. આ બાબતે હવે ડેઈઝીનું રિએક્શન આવ્યું છે. ડેઈઝીએ કહ્યું કે આ અફવા આટલી બધી કેમ વાયરલ થઈ રહી છે આ બાબતે આટલી બધી ચર્ચા કેમ થાય છે.
ડેઈઝીએ કહ્યું, 'આ પહેલીવાર છે જ્યારે આ અફવા લગ્ન સુધી પહોંચી છે. મારા અને શિવ વચ્ચે કંઈ નથી. અમે સારા મિત્રો છીએ. આ બધી અફવાઓ એટલી વાયરલ થઈ રહી છે કારણ કે એક સમય હતો જ્યારે હું ઈન્ડસ્ટ્રીમાં આવી હતી, બધી જ વસ્તુઓ બધા જ લોકો મારા માટે નવા હતા. અને કોઈએ મારો હાથ પકડીને મને માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે હું શિવને પહેલીવાર મળી ત્યારે તેણે ઘણા રિયાલિટી શો કર્યા હતા. મેં તેની પાસેથી સલાહ લીધી અને જ્યારે ફિલ્મોની વાત આવે ત્યારે શિવ મારી પાસેથી સલાહ લે છે કારણ કે મને તેમાં વધુ અનુભવ છે.
શિવ સાથે કેવું બંધન
શિવ સાથેના તેના બોન્ડીંગ વિશે ડેઈઝીએ કહ્યું, 'અમારા વચ્ચે સારું બોન્ડીંગ એટલા માટે છે કારણ કે અમે એકબીજા વિશે ઘણી વાતો શેર કરીએ છીએ. જ્યારે તમે વસ્તુઓ વધુ શેર કરો ત્યારે લોકો એવું વિચારવા લાગે છે કે તમે રિલેશનશિપમાં છો. પોતાની લવ લાઈફ વિશે વાત કરતા ડેઈઝીએ કહ્યું કે, 'મારી જિંદગીમાં છેતરપિંડી થઈ છે, પરંતુ એવું નથી કે લગ્નમંડપ સુધી મારી સાથે છેતરપિંડી થાય.
તમને કેવો જીવન સાથી જોઈએ છે?
જ્યારે ડેઝીને પૂછવામાં આવ્યું કે તેને કેવો પાર્ટનર જોઈએ છે, તો તેણે કહ્યું, 'મને એટેન્શન જોઈએ, પરંતુ એવું છે કે એટેન્શન જોઈએ પણ ખરું અને ન પણ ચાલે. આ બહુ જ મુશ્કેલ છે, એટલા માટે હું હજી પણ સિંગલ છું કારણ કે હું ખૂબ જ અલગ જ વ્યક્તિ છું. રિલેશનશીપમાં પહેલા શું જોઈએ એ તો મને સમજવા દો.






