મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'પાર્ટનર 2'માં સલમાન ખાન સાથે વાપસી કરી રહ્યો છે ગોવિંદા? સુનીતા આહુજાએ આપ્યો આ જવાબ

ગોવિંદાએ લાંબા સમયથી ફિલ્મી પડદાથી દૂરી બનાવી રાખી છે. 90ના દાયકામાં મોટા પડદા પર ગોવિંદાનો દબદબો હ

'પાર્ટનર 2'માં સલમાન ખાન સાથે વાપસી કરી રહ્યો છે ગોવિંદા? સુનીતા આહુજાએ આપ્યો આ જવાબ

ગોવિંદાએ લાંબા સમયથી ફિલ્મી પડદાથી દૂરી બનાવી રાખી છે. 90ના દાયકામાં મોટા પડદા પર ગોવિંદાનો દબદબો હતો. તેની ફિલ્મો અને તેના ગીતો આજે પણ લોકોના દિલમાં વસે છે. અત્યારે પણ લોકો તેની જૂની ફિલ્મો તેમના પરિવાર સાથે જોવાનું પસંદ કરે છે. વર્ષ 2007માં રોમ-કોમ ડ્રામા ફિલ્મ 'પાર્ટનર' રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સલમાન ખાન અને ગોવિંદા લીડ રોલમાં જોવા મળ્યા હતા. સલમાન-ગોવિંદાની આ ફિલ્મે લોકોનું ઘણું મનોરંજન કર્યું હતું. તાજેતરમાં જ ગોવિંદાની પત્ની સુનીતા આહુજાને પૂછવામાં આવ્યું કે, શું તે ઈચ્છે છે કે તેનો પતિ 'પાર્ટનર 2'માં સલમાન સાથે સ્ક્રીન પર પાછો ફરે?

આ પણ વાંચો: સંધ્યા થિયેટર કેસમાં અલ્લૂ અર્જુનને મળી મોટી રાહત, કોર્ટે આપ્યા રેગ્યુલર જામીન

પ્રશ્નનો જવાબ આપતાં સુનીતાએ કહ્યું કે, આ એક સારો વિચાર હતો, કારણ કે દર્શકોને તેમનું સાથે કામ કરવાનું પસંદ હતું. હાલમાં જ સુનીતા આહુજાએ એક ઇન્ટરવ્યુમાં ઘણા સવાલોના જવાબ આપ્યા હતા. સલમાન સાથે ગોવિંદાના કમબેક પર તેણે કહ્યું કે તેની અગાઉની ફિલ્મ 'પાર્ટનર' સારી ફિલ્મ હતી. એટલા માટે તે ઈચ્છે છે કે બંને કલાકારો 'પાર્ટનર 2'માં સાથે કામ કરે.

'પાર્ટનર 2' પર ગોવિંદાની પત્નીની પ્રતિક્રિયા

સુનીતાએ આગળ કહ્યું, "મેં પણ 'પાર્ટનર 2' વિશે ઘણું સાંભળ્યું હતું, પરંતુ મને એ નથી ખબર કે શું થયું. જો તેઓ ફિલ્મ બનાવે તો સારું રહેશે, લોકોએ બંનેને પસંદ કર્યા છે." આ પછી સુનીતાને વરુણ ધવન વિશે પણ સવાલ પૂછવામાં આવ્યો હતો. જ્યારે વરુણ ધવનની સરખામણી ગોવિંદા સાથે કરવામાં આવી ત્યારે સુનીતાએ પ્રતિક્રિયા આપી હતી. સુનીતાએ આગળ કહ્યું, "તેઓ વાત કરે છે, સરખામણી કરે છે પણ મને સમજાતું નથી કે તેઓ શા માટે વાત કરે છે. તેને પણ ખરાબ લાગતું હશે કે લોકો મારી સરખામણી સલમાન અને ચી-ચી ભૈયા સાથે કરે છે, પણ મને સમજાતું નથી કે શા માટે?"

ગોવિંદા સાથે વરુણની સરખામણી પર સુનીતાનો જવાબ

સુનીતાના કહેવા પ્રમાણે, જે વ્યક્તિ ગોવિંદાને જોઈને મોટા થયો છે, તેના પિતા ડેવિડ ધવન સાથે ગોવિંદાએ 17-18 ફિલ્મો કરી છે. તેથી તે સામાન્ય છે કે આમાંથી થોડુંક તેનામાં આવશે. વરુણ બાળપણથી જ રમતિયાળ બાળક હતો. સુનીતાની સાથે તેનો આખો પરિવાર ગોવિંદાને ફરી એકવાર મોટા પડદા પર જોવા માંગે છે. ગોવિંદાના ફેન્સ પણ તેના કમબેકની રાહ જોઈ રહ્યા છે. જોકે તે સારી વાર્તાની રાહ જોઈ રહ્યો છે.

આ સમાચાર શેર કરો