શું ખરેખર બંધ થઈ રહ્યું છે કાર્ટૂન નેટવર્ક? જાણો 'RIPCartoonNetwork' ટ્રેન્ડ પાછળનું સત્ય
કાર્ટૂન નેટવર્ક ચેનલ બંધ થઈ રહી હોવાના અહેવાલો વચ્ચે X પર #RIPCartoonNetwork' ટ્રેન્ડ કરી રહ્યું છે, આ ટ્રેન્ડ ત્યાર

કાર્ટૂન નેટવર્ક ચેનલ બંધ થઈ રહી હોવાના અહેવાલો વચ્ચે X પર #RIPCartoonNetwork' ટ્રેન્ડ કરી રહ્યું છે, આ ટ્રેન્ડ ત્યારે શરૂ થયો જ્યારે X એકાઉન્ટ 'Animation Workers Ignited' એ એનિમેશન શેર કર્યું જેમાં લખ્યું હતું કે "કાર્ટૂન નેટવર્ક અનિવાર્યપણે મૃત્યુ પામ્યું છે." પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે "અન્ય એનિમેશન સ્ટુડિયો પણ પાછળ નથી" અને એનિમેશન ઇન્ડસ્ટ્રીમાં છટણીની પણ વાત કરી હતી.
વીડિયોમાં જોઈ શકાય છે કે બે એનિમેટેડ કેરેક્ટર વાત કરી રહ્યા છે, જેમાંથી એક કહે છે, "કાર્ટૂન નેટવર્ક અનિવાર્યપણે મરી ગયું છે અને અન્ય મોટા એનિમેશન સ્ટુડિયો પણ પાછળ નથી.' જ્યારે બીજું કેરેક્ટર પૂછે છે, 'આ બધું શું છે, બધા એનિમેશન કામદારોનું શું થયું?' ત્યારે પહેલી કેરેક્ટર કહે છે, 'તેમાંથી ઘણા બધા બેરોજગાર છે, અને એક વર્ષ સુધી ઘણા બેરોજગાર રહ્યા છે.' આમ બંનેની વાત ચાલુ રહે છે. 'પરંતુ તેઓએ મહામારી દરમિયાન ઇન્ડસ્ટ્રીને આગળ વધારી છે.' 'તે સાચું છે, કોવિડ દરમિયાન એનિમેશન સંપૂર્ણપણે રિમોટલી ઓપરેટ કરવામાં સક્ષમ હતું, તે મનોરંજનના એકમાત્ર સ્વરૂપ હતું જેનું પ્રોડક્શન અવિરત ચાલુ રાખી શકાતું હતું. પરંતુ સ્ટુડિયોએ તેમના પ્રોજેક્ટ કેન્સલ કરીને, નોકરીઓનું આઉટસોર્સિંગ કરીને અને કલાકારોને સામૂહિક રીતે છૂટા કરીને તેમને આ રીતે વળતર આપ્યું.' બીજાએ પૂછ્યું, 'પરંતુ તેઓ આવું શા માટે કરે છે?'
ત્યારે જવાબ મળે છે, 'લોભ. મોટા સ્ટુડિયો ખર્ચમાં ઘટાડો કરીને અને સ્ટાફમાં ઘટાડો કરીને તેમની નાણાકીય સ્થિતિને વધુ સારી બનાવે છે. સીઇઓ અને એક્ઝિક્યુટિવ્સ પોતાના નાણાકીય લાભો જ ઉએ છે છે.' આ બાદ વીડિયોમાં લોકોને કહેવામ આવ્યું છે કે, 'તમે તમારા મનપસંદ કાર્ટૂન નેટવર્ક શો જે તમે હજુ પણ જોવા ઈચ્છતા હોવ તેના વિશે #RIPCartoonNetwork સાથે પોસ્ટ કરીને મદદ કરી શકો છો.'
આ વીડિયો પોસ્ટ થતા જ વાયરલ થઈ ગયો અને થોડા જ કલાકમાં તેને 45 લાખથી વધુ વ્યુઝ મળી ગયા. આ સાથે જ સોશિયલ મીડિયા યુઝર્સે #RIPCartoonNetwork સાથે તેમના મનપસંદ કાર્ટૂન શેર કર્યા.
એક વ્યક્તિએ આ વીડિયો પર કમેન્ટ કરતા લખ્યું, 'Courage The Cowardly Dog હંમેશા મનપસંદ રહેશે! એનિમેટર્સ સાથે આટલું ખરાબ વર્તન કરવામાં આવ્યું છે તે સાંભળીને ખૂબ જ દુઃખ થયું, અને આશા છે કે તેઓ જલ્દીથી કામ શોધી શકશે!'
જેમ જેમ વધુ લોકોએ હેશટેગનો ઉપયોગ કર્યો તેમ તેમ અફવાઓ ફેલાવા લાગી કે કાર્ટૂન નેટવર્ક કાયમ માટે બંધ થઈ રહ્યું છે. જો કે, તે સ્પષ્ટ છે કે 'એનિમેશન વર્કર્સ ઇગ્નાઈટેડ', એનિમેટર્સ યુનિયન સાથે સંકળાયેલ એકાઉન્ટ, હેશટેગ #RIPCartoonNetworkનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીના વર્કર્સ દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓ વિશે જાગૃતિ લાવવા માટે કરી રહ્યું છે. ચેનલ બંધ નથી થઈ રહી, અને આ અફવાઓ ખોટી છે.








