આરતી સિંહ લગ્નના 4 મહિના પછી પતિથી ડિવોર્સ લઈ રહી છે? એક્ટ્રેસ ખુદ તોડ્યું મૌન
આરતી સિંહ અને દીપક ચૌહાણના લગ્ન 25 એપ્રિલે મુંબઈમાં થયા હતા. જેમાં તેના પરિવાર

આરતી સિંહ અને દીપક ચૌહાણના લગ્ન 25 એપ્રિલે મુંબઈમાં થયા હતા. જેમાં તેના પરિવાર અને મિત્રો સિવાય ગ્લેમર વર્લ્ડના ઘણા સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. ઇન્ડસ્ટ્રીમાં આરતી ‘થોડા હૈ બસ થોડે કી ઝરૂરત હૈ’, ‘પરિચય’ અને ‘વારિસ’ જેવી સિરિયલોમાં તેની ભૂમિકાઓ માટે જાણીતી છે. કોમેડિયન કૃષ્ણા અભિષેકની બહેન આરતી સિંહ તેના લગ્ન જીવનમાં ખૂબ જ ખુશ છે. પરંતુ તાજેતરમાં જ તેના છૂટાછેડાના સમાચાર પર અભિનેત્રીએ પ્રતિક્રિયા આપી છે.
આરતી સિંહે પતિ દીપક ચૌહાણથી લીધા છૂટાછેડા?
એક ઈન્ટરવ્યૂમાં વાત કરતા આરતીએ છૂટાછેડાની અટકળો વિશે ખુલાસો કર્યો અને જાહેર કર્યું કે, તેની તેના પર કેવી અસર થઈ છે. અભિનેત્રીએ શેર કર્યું કે આવા સમાચાર પાછળ એક અંશ પણ સત્ય નથી. જ્યારે આ સમાચાર બહાર આવ્યા ત્યારે હું ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. પણ હું આવા લોકોને મારી નજર પટ્ટુ માનું છું. અમે બંને સાથે ખૂબ ખુશ છીએ.
આ સિવાય આરતી સિંહે પોતાના લગ્ન વિશે વાત કરતા કહ્યું કે, 'તે જે રીતે ઈચ્છતી હતી તે જ રીતે થયું. અભિનેત્રીએ એ પણ ખુલાસો કર્યો કે, ન તો તેનો પતિ અને ન તો તે ખુદ ખૂબ જ ધામધૂમથી લગ્ન કરવા માગતા હતા. તે હંમેશા ઇસ્કોન મંદિરમાં લગ્ન કરવા માગતી હતી, તે જેવું વિચાર્યું હતું એવું જ થયું. અમે આટલા મોટા લગ્ન ઈચ્છતા ન હતા. હું ઇસ્કોનમાં સાદા લગ્ન ઇચ્છતી હતી અને અમે તે જ કર્યું.
આરતી સિંહે કહ્યું કે, શું લગ્ન પછી તેની જિંદગી બદલાઈ ગઈ છે? અભિનેત્રીએ કહ્યું કે, તે હજુ પણ વિશ્વાસ નથી કરી શકતી કે તેના લગ્ન થઈ ગયા છે. તેણે કહ્યું કે, તેના સાસરિયાઓ તરફથી કોઈ દબાણ નથી અને તેનો પતિ દીપક પણ શાંત વ્યક્તિ છે. ઉલ્લેખનીય છે કે, આરતી સિંહે તેના લગ્નની ચાર મહિનાની વર્ષગાંઠ પર તેના લગ્નનો વીડિયો શેર કર્યો છે. 25 ઓગસ્ટ 2024ના રોજ આરતીના લગ્નના ચાર મહિના પૂરા થયા.






