મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

અનંત-રાધિકાના બીજા પ્રી-વેડિંગ ફંક્શનનું ઇન્વિટેશન કાર્ડ સામે આવ્યું, જાણો ક્યારે અને ક્યાં થશે ઉજવણી

અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં છે. માર્ચ મહિના

અનંત-રાધિકાના બીજા પ્રી-વેડિંગ ફંક્શનનું ઇન્વિટેશન કાર્ડ સામે આવ્યું, જાણો ક્યારે અને ક્યાં થશે ઉજવણી

અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં છે. માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં જામનગરમાં દેશના પ્રખયાત બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંકશનની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દેશ-વિદેશની મોટી-મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. થોડા સમય પછી એવા સમાચાર આવ્યા કે આ કપલ જુલાઈમાં લગ્ન કરવા જઈ રહ્યું છે. જો કે પરિવાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે લગ્ન પહેલા અંબાણી પરિવાર આ કપલ માટે વધુ એક પ્રી-વેડિંગ ફંક્શન હોસ્ટ કરવા જઈ રહ્યો છે. 

કપલના બીજા પ્રી-વેડિંગ ફંક્શનનું ઇન્વિટેશન કાર્ડ સામે આવ્યું છે, જેમાં સૌથી ઉપર લખ્યું છે, 'La Vite E Un Viaggio' જેનો અર્થ થાય છે 'જીવન એક સફર છે', કાર્ડમાં લખવામાં આવ્યું છે કે આ પ્રી-વેડિંગ ઈવેન્ટ ઈટાલી અને ફ્રાન્સમાં યોજાશે.

આ પ્રી-વેડિંગ ફંક્શન બુધવાર, 29 મે, 2024થી શરૂ થશે. મહેમાનોને ઇટાલીમાં સિસિલીના શહેર પાલેર્મો ખાતેથી ઓન-બોર્ડ કરવામાં આવશે. ત્યાબાદ તેઓને વેલકમ લંચ આપવામાં આવશે. બીજી પ્રી-વેડિંગ ઈવેન્ટ 4 દિવસની હશે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની બીજા પ્રી-વેડિંગની થીમ 

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન 29 મેના રોજ વેલકમ લંચ થીમ સાથે શરૂ થશે. પછી સાંજની થીમ "Starry Night" છે. બીજા દિવસની થીમ "A Roman Holiday" છે. જેનો ડ્રેસ કોડ છે 'Tourist Chic'. 30મી મેના રાતની થીમ "La Dolce Far Niente" છે અને ત્યારબાદ સવારે 1 વાગ્યે "Toga Party" છે. ત્રીજા દિવસની થીમ છે "V Turns One Under The Sun," "Le Masquerade," અને "Pardon My French." છે શનિવારની થીમ "La Dolce Vita" હશે જેમાં ઈટાલિયન સમરનો ડ્રેસ કોડ હશે.

આ સેલેબ્સ હાજરી આપશે

જો રિપોર્ટ્સનું માનીએ તો બોલીવુડ અને બિઝનેસ જગતની ઘણી જાણીતી હસ્તીઓ પણ આ બીજા પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપી શકે છે. આ સેલિબ્રેશનમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, બચ્ચન અને કપૂર પરિવાર ઉપરાંત ઘણા મોટા બિઝનેસમેન ભાગ લઈ શકે છે. ફંક્શનમાં 800 મહેમાનો સામેલ થઈ શકે છે અને તેમને અટેન્ડ કરવા માટે 600 લોકોનો સ્ટાફ હશે.

અનંત-રાધિકાના લગ્ન જુલાઈમાં થઈ શકે છે

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ જુલાઈમાં લગ્ન કરી શકે છે. જો રિપોર્ટ્સનું માનીએ તો બંનેના લગ્ન લંડનમાં મુકેશ અંબાણીના 'સ્ટોક્સ પાર્ક એસ્ટેટ' અથવા મુંબઈમાં 'જિયો વર્લ્ડ સેન્ટર'માં થઈ શકે છે. તમને જણાવી દઈએ કે લગ્નને લઈને અંબાણી પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. 

આ સમાચાર શેર કરો